જાયન્ટ્સ હિંમતનગર સહીયર દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહીયર દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી


જાયન્ટ્સ હિંમતનગર સહીયર દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી............
સમગ્ર વિશ્વ 10 ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરે છે.આ નિમિત્તે હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં આવેલી માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં જાયન્ટ્સ હિંમતનગર સહિયરની બહેનો દ્વારા બાળકો સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી છે. તેમજ આ બાળકો દ્વારા તૈયાર કરેલા કોડિયા બધી જ બહેનોએ ખરીદ કર્યા. આ પ્રોજેક્ટના ડાયરેક્ટર તરીકે મંજુલાબેન સોનીએ સેવા આપી. તેમજ ડો.મહેન્દ્રભાઈ સોની (ટ્રસ્ટી)એ ખૂબ સારો સાથ સહકાર પૂરો પાડ્યો. લગભગ 100 બાળકોને આઈસ્ક્રીમ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન મહેતા, મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી, દીનાબેન ભટ્ટ તથા અન્ય બહેનો હાજર રહ્યા હતા.શ્રી મહેશભાઈ ભટ્ટ દ્વારા ખૂબ સારો સહકાર મળ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.