મસ્જિદની બહાર લોકોએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા:સૂત્રોચ્ચાર સાંભળતાં જ હિન્દુ સંગઠને મસ્જિદને ઘેરી, જાણો સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલાં આ વીડિયોનું સત્ય - At This Time

મસ્જિદની બહાર લોકોએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા:સૂત્રોચ્ચાર સાંભળતાં જ હિન્દુ સંગઠને મસ્જિદને ઘેરી, જાણો સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલાં આ વીડિયોનું સત્ય


સાંપ્રદાયિક રંગનું નામ આપીને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં મસ્જિદ સામે લોકોની ભારે ભીડ ભગવો ધ્વજ લહેરાવતી જોવા મળી રહી છે. ત્યાં જ, વીડિયોમાં પાકિસ્તાન માટે ભીડ દ્વારા બોલવામાં આવી રહેલાં વાંધાજનક સૂત્રોચ્ચાર સાંભળી શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો મધ્યપ્રદેશના ઉજ્જૈનનો છે. જ્યાં મુસ્લિમ સમાજના લોકોએ મસ્જિદમાંથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. બીજા દિવસે હિંદુઓએ એ જ મસ્જિદને ઘેરી લઈને પ્રદર્શન કર્યું. આ વિડિયો X પર ઘણા વેરિફાઇડ અને નોન-વેરિફાઇડ યૂઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. ધ હિન્દુ સેનાએ શેર કરેલાં વીડિયોને અત્યાર સુધી 6 લાખથી વધારે લોકો જોઇ ચૂક્યા છે. ત્યાં જ, તેને 35 હજારથી વધારે લાઇક અને 10 હજારથી વધારે લોકો રિટ્વિટ કરી ચૂક્યા છે. વાઇરલ વીડિયોનું સત્ય...
વાઇરલ વીડિયોનું સત્ય જાણવા માટે અમે વીડિયોના કી-ફ્રેમને યેન્ડેક્સ પર રિવર્સ સર્ચ કર્યા. સર્ચ રિઝલ્ટમાં અમને આ વીડિયો એક યૂટ્યૂબ ચેનલ પર મળ્યો ચેનલ પર રહેલાં આ વીડિયોને ધ્યાનથી સાંભળવા પર અમને કોઈપણ જગ્યાએ આ પ્રકારના સૂત્રોચ્ચાર સાંભળવા મળ્યા નહીં, જે વાઇરલ વીડિયોમાં સંભળાઈ રહ્યા છે. વીડિયોના ટાઇટલમાં લખ્યું છે- રામ નવમી ઉત્સવ, કાલાબુરાગી 2019. આ વીડિયો ચેનલ પર 30 જુલાઈ 2019ના રોજ પબ્લિશ થયો હતો. તપાસના બીજા ચરણમાં અમને કાલાબુરાગીની મસ્જિદ સાથે જોડાયેલાં કી-વર્ડ્સ ગૂગલ પર સર્ચ કર્યા. સર્ચ રિઝલ્ટમાં અમને જાણવા મળ્યું કે વાઇરલ વીડિયોમાં જોવા મળી રહેલી મસ્જિદ બરગાહ-એ-કાદરી ચમન છે. જે કર્ણાટકના કાલાબુરાગી શહેરમાં સ્થિત છે. જેથી સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોને લઈને કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે . તે જ સમયે, યુટ્યુબ ચેનલ પર હાજર વાસ્તવિક વીડિયોમાં આવા કોઈ વાંધાજનક નારા સાંભળી શકાતા નથી, જે વાઇરલ વીડિયોમાં એડિટ કરવામાં આવ્યા છે. નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી વિશે કોઈ શંકા હોય, તો કૃપા કરીને અમને @fakenewsexpose@dbcorp.in ઇમેલ કરો અને WhatsApp - 9201776050 કરો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.