NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા:મુંબઈમાં ઓફિસની બહાર 3 ગોળી મારી; CMએ કહ્યું- બે શૂટરની ધરપકડ, એક યુપી અને બીજો હરિયાણાનો
મુંબઈમાં NCP અજિત પવાર જૂથના નેતા અને મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી છે. બાંદ્રામાં ખેર વાડી સિગ્નલ પાસે તેમના પુત્રની ઓફિસની બહાર હુમલાખોરોએ 3 રાઉન્ડ ગોળીબાર કર્યો. બાબાના પેટમાં 2થી 3 ગોળી વાગી હતી. ત્યારબાદ તેમને તરત જ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે દમ તોડી દીધો. મળતી માહિતી મુજબ બાબા સિદ્દીકી રાત્રે લગભગ 9.15 વાગ્યે ઓફિસથી નીકળી ગયા હતા. જ્યારે ગોળીબાર થયો ત્યારે તેઓ પોતાની ઓફિસ પાસે ફટાકડા ફોડી રહ્યા હતા. એટલામાં જ એક કારમાંથી ત્રણ લોકો બહાર આવ્યા. ત્રણેયના મોં પર રૂમાલ બાંધેલા હતા. તેમણે બાબા સિદ્દીકી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું. બાબા સિદ્દીકીના સહયોગીના પગમાં ગોળી વાગી. આ પછી બીજી ગોળી સિદ્દીકીને વાગી. ગોળી વાગવાને કારણે બાબા સિદ્દીકી પડી ગયા. લોકો તેમને તરત લીલાવતી હોસ્પિટલ લઈ ગયા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. એવા પણ સમાચાર છે કે પોલીસે બે લોકોની અટકાયત કરી છે. હુમલાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સીએમ એકનાથ શિંદેએ કહ્યું- બે આરોપી પકડાયા છે. આમાંથી એક યુપીનો અને બીજો હરિયાણાનો છે. જ્યારે ત્રીજો આરોપી ફરાર છે. આરોપીઓને છોડવામાં આવશે નહીં. ઘટનાની જાણકારી મળતા જ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ હોસ્પિટલ પહોંચ્યા. અજિત પવારે પણ પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. તેઓ મુંબઈ પહોંચી રહ્યા છે. સલમાન-શાહરૂખ વચ્ચે 5 વર્ષ જૂની દુશ્મનાવટનો અંત લાવનાર બાબા સિદ્દીકી
બાબા સિદ્દીકીએ સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચેની પાંચ વર્ષ જૂની દુશ્મનાવટનો અંત લાવવા માટે પણ જાણીતા છે. 2008માં કેટરિના કૈફની બર્થડે પાર્ટીમાં ઝઘડા બાદ બંને એકબીજાના દુશ્મન બની ગયા હતા. બંનેએ એકબીજા સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. 2013માં બાબા સિદ્દીકીએ બંનેને પોતાની ઈફ્તાર પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. અહીં શાહરૂખ અને સલમાન લાંબા સમય પછી એકબીજાની સામે આવ્યા હતા. આ પાર્ટીમાં બંનેએ ગળે મળીને પાંચ વર્ષ જૂની દુશ્મનીનો અંત આણ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.