રાજકોટ મહાનગરપાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઠાકર પરિવારે સદભાવના વૃદ્ધાશ્રમ માં એક રૂમ નું દાન કર્યું - At This Time

રાજકોટ મહાનગરપાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઠાકર પરિવારે સદભાવના વૃદ્ધાશ્રમ માં એક રૂમ નું દાન કર્યું


રાજકોટ મહાનગરપાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઠાકર પરિવારે સદભાવના વૃદ્ધાશ્રમ માં એક રૂમ નું દાન કર્યું

રાજકોટ મહાનગરપાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે ડો. નવનીતભાઇ ઠાકર અને યોગીનીબેન નવનીતભાઇ ઠાકરના સૌજન્યથી (હસ્તે જયમીનભાઈ ઠાકર, બિંદીયાબેન ઠાકર, ધ્યેય જયમીનભાઈ ઠાકર) દ્વારા નવા બની રહેલા સદભાવના વૃદ્ધાશ્રમ માટે એક રૂમનું અનુદાન આપ્યું
અભયદાન એ માત્ર અધ્યાત્મ નથી, પણ તે માનવજાતને પવિત્ર અને સુખમય બનાવવાનું એક અમૂલ્ય સાધન છે. ધર્મના કામ માટે હાથ લંબાવશો તો તમારા હાથ કલ્પવૃક્ષ સમાન બનશે એવી ભાવના રાખીને રાજકોટ મહાનગરપાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે ડો. નવનીતભાઇ ઠાકર અને યોગીનીબેન નવનીતભાઇ ઠાકરના સૌજન્યથી હસ્તે જયમીનભાઈ ઠાકર, બિંદીયાબેન ઠાકર, ધ્યેય જયમીનભાઈ ઠાકર દ્વારા રાજકોટમાં જામનગર રોડ, રામપર ખાતે નવા બની રહેલા સદભાવના વૃદ્ધાશ્રમ માટે એક રૂમનું અનુદાન આપ્યું છે.
અત્રે ઉલેખ્ખનીય છે કે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધો/વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ લેવામાં આવતુ નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ ૬૬૦જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે તેમાંથી ૨૦૦ વડીલો પથારીવશ (ડાઈપર વાળા) છે. ૩૦ એકરની જગ્યામાં ૫૦૦૦ વડીલો સમાઈ શકે તે માટે ૧૪૦૦ રૂમવાળું સદભાવના વૃદ્ધાશ્રમ રામપર, જામનગર રોડ, રાજકોટ ખાતે બની રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરનાં આ પ્રેરણાદાયી અનુદાનથી વૃદ્ધાશ્રમના વિકાસ અને વૃદ્ધોના કલ્યાણ માટે સારા કાર્યને પ્રોત્સાહન મળશે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.