કલ્યાણ મેળા ઓમાં કોનું કલ્યાણ થતું હશે ? ગરીબી નહિ પણ ગરીબ હટાવો મોટા ભાગ ની યોજના ઓમાં ફરજિયાત માપદંડ BPL પણ ૨૦ વર્ષ થી સર્વે જ નથી કરાતું તેનું શું ? - At This Time

કલ્યાણ મેળા ઓમાં કોનું કલ્યાણ થતું હશે ? ગરીબી નહિ પણ ગરીબ હટાવો મોટા ભાગ ની યોજના ઓમાં ફરજિયાત માપદંડ BPL પણ ૨૦ વર્ષ થી સર્વે જ નથી કરાતું તેનું શું ?


દામનગર નોડલ એજન્સીએ બી પી એલ સર્વેની જવાબદારી નગરપાલિકાની ઠરાવી હોવા છતાં સતાધીશો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી દામનગરમાં બે દાયકાથી ૬૫૦ પરિવાર બીપીએલ કાર્ડની રાહમાં પણ તંત્ર નું ગરીબી હટાવો ને બદલે ગરીબ હટાવ ઉપર કામ  અમરેલી જિલ્લામાં બીપીએલની યાદી વર્ષોથી વિવાદનું કેન્દ્ર બનેલી છે : દામનગર શહેર માં માત્ર ૧૮૯ પરિવારને જ મળે છે
દામનગર મા તો ૬૫૦ થી વધુ ગરીબ પરિવારો છેલ્લા બે દાયકાથી તેમને બીપીએલ યાદીમા સમાવવામા આવે તેની રાહ જોઈને બેઠા છે પરંતુ સરકાર નવી યાદીની દિશામા કોઈ કાર્યવાહી કરતી ન હોય આ પરિવારો વિવિધ સહાયથી વંચિત રહે છે. દામનગર શહેરમા છેલ્લા બે દાયકાથી માત્ર ૧૮૯ પરિવારો બીપીએલની યોજનાનો લાભ લઈ રહ્યાં છે. હકિકતમા જે તે સમયે યાદી બની ત્યારે બહુ મોટી સંખ્યામાં લાભાર્થીઓ આ યાદીમા આવવાથી વંચિત રહી ગયા હતા. વીસેક વર્ષ પહેલા તેમને બીપીએલમા સમાવવા માટે નગરપાલિકા ઇનવોડ  સમક્ષ માંગણી કરી હતી. પાલિકાના ઈનવર્ડ રજીસ્ટરમાં જે છેલ્લા બે દાયકાથી આ ૬૫૦ થી વધુ અરજી ઓ પેન્ડીંગ છે.બીપીએલ સર્વે માટે દામનગર પાલિકા અને નોડલ એજન્સી વચ્ચે અસમંજસ હતી. જે અંગે નોડલ ૬૫૦ થી વધુ ગરીબ પરિવારોએ એજન્સીએ સ્પષ્ટતા કરી હતી કે ગ્રામિણ વિસ્તારમા સર્વે અમારી કચેરી દ્વારા કરવામા આવે છે. જયારે શહેરી વિસ્તારમા પાલિકાએ જાતે સર્વે કરવાનો હોય છે. આમ છતા નગરપાલિકામા છેલ્લા વીસ વર્ષ દરમિયાન સતા સ્થાને આવેલા એકપણ પદાધિકારીએ આ દિશામા કાર્ય કરવાની તસદી લીધી નથી. જેને પગલે ગરીબ પરિવારો બે દાયકાથી માત્ર રાહ જોઈ રહ્યા છે. મોટાભાગની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તથા વિવિધ બોર્ડ, કોર્પોરેશનની યોજનાઓનો લાભ મેળવવા માટે બીપીએલ યાદી એ ફરજીયાત માપદંડ છે. પરંતુ અહીંના ગરીબ પરિવારો બીપીએલ યાદીમાં ન હોય સરકારની આવી વિવિધ યોજનાઓનો લાભ લઈ શકતા નથી. લોકોમાંથી ઉઠતો સવાલ : કઈ યોજનાનો લાભ મળ્યો? દામનગરના ગરીબ પરિવારના લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે કે છેલ્લા વીસ વર્ષમા આ ગરીબ પરિવારને કેટલાને ઘરથાય પ્લોટ મળ્યાં?, કેટલાને વૃધ્ધ પેન્શન મળ્યું ?. કેટલાને કુંવરભાઈનુ મામેરૂ મળ્યું ?. કેટલા બાળકોને પાલક માતાપિતા યોજનાનો લાભ મળ્યો ?. કેટલાને સંકટ મોચન યોજનાનો લાભ મળ્યો ? તે સતાપીશોએ જાહેર કરવું જોઈએ.ગરીબીમાંથી ઉપર આવ્યા છતાં માત્ર તેમને જ લાભ અહીં વચિત પરિવારનો વસવસો એ છે કે જે લોકો વર્ષોથી બીપીએલ યાદીમા છે તેમાના ઘણા લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા છે. પરંતુ માત્ર તેમને જ સરકારી યોજનાનો લાભ મળે આ માટે પાત્રતા ધરાવતા જરૂરિયાત મંદ પરિવારો નો સમાવેશ કરવા સર્વે કરી ગરીબ પરિવારો ને સરકારી કલ્યાણ કારી યોજના ઓથી લાભવિન્ત કરવા જોઈ એ તેમ મુકેશ બુધેલીયા એ નાગરિક અધિકારીતા વિભાગ ને પત્ર પાઠવી રજુઆત કરી છે નોડલ એજન્સી એ સ્પષ્ટતા કરી કે શહેરી વિસ્તાર માં પાલિકા એ સર્વે કરવાની હોય છે ત્યારે સ્થાનિક પાલિકા એ ગરીબ પરિવારો ને વ્હારે આવે તે જરૂરી 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.