ભારતની ‘બાજ’નજરથી નહીં બચે ચીન-પાકિસ્તાન:બોર્ડર પર અડપલું કરશે તો તરત પકડાઈ જશે, 5 વર્ષમાં લોન્ચ થશે AIથી સજ્જ 52 જાસૂસી સેટેલાઇટ
ભારત આગામી 5 વર્ષમાં 52 જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરશે. આ ઉપગ્રહોનો હેતુ પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખવાનો હશે. આનાથી સેનાની દેખરેખ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ઈસરોના સોર્સને ટાંકીને આ માહિતી આપી છે. અહેવાલ મુજબ, PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)એ 7 ઓક્ટોબરે સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ (SBS-3) પ્રોગ્રામના ત્રીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. આ તમામ ઉપગ્રહો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત હશે. 36 હજાર કિ.મી.ની ઊંચાઈએ તેઓ એકબીજા સાથે કોમ્યુનિકેટ કરી શકશે. આનાથી સિગ્નલ મોકલવાનું અને પૃથ્વી પર સંદેશા અને તસવીરો મોકલવાનું સરળ બનશે. સર્વેલન્સ સેટેલાઇટ ખાસ છે, 27 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે વાજપેયીએ 2001માં SBS મિશન શરૂ કર્યું હતું
ભારતના સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ (SBS) મિશનની શરૂઆત 2001માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારીએ કરી હતી. SBS 1 પ્રોગ્રામ હેઠળ 2001માં ચાર ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાં રિસાત મુખ્ય હતો. આ પછી SBS 2 મિશનમાં 2013માં 6 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા. ભારતીય સેના માટે 3 અલગ-અલગ ઉપગ્રહો
1. ISROએ 2013માં ભારતીય નૌકાદળ માટે GSAT-7 ઉપગ્રહ સૌપ્રથમ લોન્ચ કર્યો હતો. એને રુક્મિણી પણ કહેવામાં આવે છે. 2. પાંચ વર્ષ પછી 2018માં વાયુસેના માટે GSAT-7A અથવા Angry Birds સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો. 3. GSAT-7 સેટેલાઇટ 2023માં સેના માટે મંજૂર. એને 2026 સુધીમાં અવકાશમાં સ્થાપિત કરી શકાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.