દિવ્યાંગની સંસ્થા આસ્થા સ્નેહ નું ઘર ખાતે શક્તિ પર્વ નવરાત્રી પ્રસંગે રાસ-ગરબા યોજાયા - At This Time

દિવ્યાંગની સંસ્થા આસ્થા સ્નેહ નું ઘર ખાતે શક્તિ પર્વ નવરાત્રી પ્રસંગે રાસ-ગરબા યોજાયા


(ચેતન ચૌહાણ દ્વારા)
નવરાત્રી પર્વ એટલે ગુજરાતીઓનો અનેરો ઉત્સવ.. આ પર્વ નિમિતે પ્રાચીન પરંપરાગત રાસ અને ભવાય થી લઈ અર્વાચીન આધુનિક સ્ટેપ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે બોટાદ શહેરમાં આવેલ આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે દર વર્ષની જેમ દિવ્યાંગના દિવ્ય ગરબાનું આયોજન કરવામાં આવેલ. બોટાદ જિલ્લાના મનો દિવ્યાંગ ખેલૈયાઓ પણ ગરબા ઉત્સવ ઉજવી શકે તે હેતુ સાથે આસ્થા સ્નેહ નું ઘર દ્વારા દર વર્ષે દિવ્યાંગ માટે ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ સ્નેહ નું ઘર, યોગીનગર બોટાદના ગ્રાઉન્ડમાં કાર્યક્રમની શરૂઆત સમૂહ આરતીથી કરવામાં આવેલ. ત્યારબાદ દિવ્યાંગ બાળકો પ્રિયા ડી.જે. સાઉન્ડના તાલ સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા. ગરબા ઉત્સવમાં 50 કરતાં વધારે મનોદિવ્યાંગ ખેલૈયાઓએ તેમના પરિવારજનો સાથે ઉપસ્થિત રહી રાસ-ગરબા અને નૃત્યની રમઝટ બોલાવેલ. આસ્થા દિવ્યાંગ કેન્દ્રમાં તાલીમ લઈ રહેલા દિવ્યાંગજનો ઉપરાંત જિલ્લાના અન્ય દિવ્યાંગ બાળકો પણ ગરબા ઉત્સવમાં જોડાયેલ. ગરબા ઉત્સવમાં બાળ કેળવણીક્ષ્રેત્ર કાર્યરત શિક્ષક વિજયભાઈ વાળાએ મિકીમાઉસની વેશભૂષા સાથે આવી તમામને સરપ્રાઇઝ આપેલ. ગરબા ઉત્સવમાં તમામને અંકિત મુકેશભાઈ મૂળિયા તરફથી નાસ્તાનું વિતરણ તેમજ દાતા તરફથી ગીફ્ટનું વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમમાં સ્નેહ ની ઘર ના સ્વપ્નદ્રષ્ટા લાલજીભાઈ કળથીયા, બોટાદ ગ્રીન મેન સી.એલ.ભીકડીયા, સી.એ. હિરેનભાઈ ખડસલિયા, આસી. ઘનશ્યામભાઈ કોરડિયા, દિનેશભાઈ દિહોરા, ભરત ઉપાધ્યાય, પ્રફુલ માથુકિયા, પ્રકાશ ભીમાણી, રાજુભાઈ ધનવાણીયા, રોહિત બાવળિયા, મહિપાલ વાઘેલાએ ઉપસ્થિત રહી દિવ્યાંગ ખેલૈયાને પ્રોત્સાહન આપેલ. કાર્યક્રમને સફળ બનાવવા બકુલાબેન ભીમાણી, નીલાબેન રાવલ, નીમિષાબેન, નમ્રતાબેન, ધારા ઉપાધ્યાય, માયાબેન, અમિરાજભાઈ અને રમેશભાઈએ જહેમત ઉઠાવેલ.
આસ્થા સંસ્થા દ્વારા દિવ્યાંગ જનો માટે વર્ષ દરમ્યાન આવતા દરેક ધાર્મિક , રાષ્ટ્રીય l, સામાજિક તહેવારો ની ઉલ્લાહસ lભર ઉજવણી કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.