ઝાલાવાડના ગામડાઓમાં નવરાત્રીમાં નાટક ભજવવાની પરંપરા યથાવત. - At This Time

ઝાલાવાડના ગામડાઓમાં નવરાત્રીમાં નાટક ભજવવાની પરંપરા યથાવત.


નવરાત્રી મહોત્સવ અંતર્ગત નવ દિવસ સુધી આરતી તથા ગરબા નુ આયોજન પણ કરવામાં આવે છે.

સુરેન્દ્રનગરના સાયલા ના અનેક વિસ્તારોમાં 50 વર્ષોથી નાટકો ભજવાની પરંપરા ચાલી આવે છે.

સામતપર ગામે નવરાત્રીમાં આવેલી તમામ રકમ ધાર્મિક કામમાં વાપરવા માં આવે છે.

સામતપર ગામે લોકો વેશ ભુજા ધારણ કરી ધાર્મિક નાટકો ભજવાય છે.

સામતપર ગામે ભજવાતા નાટકો જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

સાયલા તાલુકાના સામતપર ગામે 50 વર્ષોથી વધુ નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી રાત્રે અલગ અલગ નાટકો ભજવાય છે. નવરાત્રી દરમિયાન દર વર્ષે ગરબા તથા જુદા જુદા નાટકો ભજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન જુદા જુદા પ્રકારના નાટકો ભજવવા માં આવતા હોય છે જેમ કે અમરિયો દત,પાવાનો પતયરાજ,ગાત્રાળ માતાજી વગેરે જેવા ધાર્મિક નાટકો ભજીને લોકોને મનોરંજન પૂરું પાડતા હોય છે. સામતપર ગામે લોકો ગરબી મંડપ રોપી માતાજી ની આરતી તથા પુજા અર્ચના પણ કરવામાં આવે છે.
જેમાં આજુબાજુ ગામ તાલુકો તથા સામતપર ગ્રામજનો અને પ્રમુખ જેમાભાઇ ઘુઘલીયા તથા મનસુખભાઈ કણઝરીયા જેવા આગેવાનો એ સાથે રહી ભારે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.