વિસાવદર તાલુકાના બરડીયા ગામે ઇકો સેન્સેટિવ ઝોન ના વિરોઘમાતારીખ 14/10/2024ના રોજ મહાસંમેલન - At This Time

વિસાવદર તાલુકાના બરડીયા ગામે ઇકો સેન્સેટિવ ઝોન ના વિરોઘમાતારીખ 14/10/2024ના રોજ મહાસંમેલન


વિસાવદર તાલુકાના બરડીયા ગામે ઇકો સેન્સેટિવ ઝોન ના વિરોઘમા મહા સંમેલજુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા ના 196 ગામો માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇકો ઝોન માટે હાલમાં એક પ્રાથમિક જાહેરનામુ બહાર પાડેલ છે જેનો ગામે ગામ વિરોધ થઈ રહ્યો છે થોડા દિવસો પહેલા તમામ ગામ પંચાયતો ની ગામ સભામાં ઇકો જોન નાબૂદ ના ઠરાવ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વિસાવદર તાલુકાના ગીરના ગામોમાં માં જગદંબાના સાનિધ્યમાં નવલા નોરતામા ગરબે ઘૂમતી બાળાઓ માતાઓ ભાઈ યો તથા બહેનો દ્વારા પ્લેકાર્ડ લઈ વિરોધ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ હવે આવનારા દિવસોમાં તારીખ 14, 10,2024ના રોજ વિસાવદર તાલુકાના બરડીયા ગામે ઇકો ઝોન હટાવો માંહા અભિયાન મહા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે ત્રણે જિલ્લાના તમામ પક્ષના રાજકીય સામાજિક તેમજ જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના લોકો આ કાર્યક્રમમાં હાજર રહેવાના છેતેવું આમઆદમી પાર્ટી ના તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયા દ્વારા મીડિયા ને જણાવેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.