રાજકોટ-કોટડાસાંગાણી ICDS ઘટક મિલેટ વાનગી સહીત પોષણ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. - At This Time

રાજકોટ-કોટડાસાંગાણી ICDS ઘટક મિલેટ વાનગી સહીત પોષણ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.


રાજકોટ શહેર તા.૧૧/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેની પ્રેરણાથી જિલ્લામાં દરેક તાલુકામાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેના અનુસંધાને આજરોજ કોટડાસાંગાણી ICDS કચેરી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત બાળકો દ્વારા બાળગીત, અને કાર્યકર બહેનો દ્વારા "કુપોષણ ખતરેકી ઘંટી'" નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં છેલ્લા બે વર્ષમાં દાતાઓ તરફથી મળેલ દાન બદલ દાતાઓ તેમજ ICDS યોજનાની અલગ અલગ સારી કામગીરી બદલ કર્મચારીઓનું સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ તકે વિકાસ શપથ લેવામાં આવ્યા હતાં. પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજીએ વર્કરોને સારા પોષણ અર્થે ખોરાકની વિગતવાર જાણકારી આપી અન્ય યોજનાકીય કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિસ્તરણ અધિકારી, દાતાઓના પ્રતિનિધિઓ તથા દાતા, ICDS કચેરીનો સ્ટાફ તથા કાર્યકર બહેનોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.