રાજકોટ મહાનગરપાલિકાનો આર્થિક સ્વાવલંબી બનવા તરફનો પ્રયાસ.
રાજકોટ શહેર તા.૧૧/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા દ્વારા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરના વિકાસ માટેની નીતિ અને નાણાંકીય વ્યવસ્થા સુધારવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રકમ રૂ.૧૦૦ કરોડના બોન્ડ ઇશ્યુ કરવા SEBI અને સ્ટોક એક્સચેન્જ (NSE)માં પ્લેસમેન્ટ મેમોરેન્ડમ ફાઇલ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાનો મ્યુનિસિપલ બોન્ડ પ્રાઈવેટ પ્લેસમેન્ટ હેઠળ ભરવા પાત્ર છે પરંતુ સ્ટોક એક્સચેન્જ (NSE) માં નોંધાયેલ QIB (Qualified Institutional Buyer) અને Non QIB દ્વારા NSE ના EBP પ્લેટફોર્મ મારફત તા.૧૬ ઑક્ટોબરના રોજ બીડીંગ કરી શકશે અને આવેલ બીડીંગના આધારે નક્કી કરવામાં આવેલ રોકાણકારને તા.૧૮ ઑક્ટોબરના રોજ મ્યુનિસિપલ બોન્ડનું અલોટમેન્ટ કરવામાં આવશે. વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ બોન્ડનું લીસ્ટીંગ તા.૨૧ ઑક્ટોબરના રોજ થવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ રાજયોની નગરપાલિકા અને મહાનગરપાલિકા આત્મનિર્ભર થાય એ હેતુ માટે રૂ.૧૩ કરોડ (મહતમ રૂ.૨૬ કરોડ) પ્રતિ રૂ.૧૦૦ કરોડના બોન્ડ ઇશ્યુ માટે પ્રોત્સાહન રૂપે ઇન્સેંટીવ પણ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાનો મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવાનો આ પ્રથમ પ્રયાસ હોય, રાજકોટ મહાનગરપાલિકાને મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડતા કેન્દ્રસરકાર તરફથી રકમ રૂ.૧૩ કરોડ ઇન્સેંટીવ પણ મળવાપાત્ર થશે. રાજકોટ મહાનગરપાલિકાનો આ મ્યુનિસિપલ બોન્ડ સિકયોર્ડ (Secured ) બોન્ડ રહેશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના હાલના તેમજ ભવિષ્યના તમામ Own Revenues ના બાકી લેણા, તમામ પ્રકારના વેરા, ફી અને યુઝર ચાર્જીસનું ESCROW Account મારફત કલેક્શન, રકમ રૂ.૧૦ કરોડની ફિક્સ ડિપોઝિટ, એક વર્ષના વ્યાજની ચુકવણીનું DSRA તરીકે રિઝર્વ જેવી સીકયુરીટી તરીકે રાખવામા આવનાર છે. રાજકોટ મહાનગરપાલિકાને ક્રીસીલ રેટીંગ એજન્સી તરફ થી CRISIL AA અને ઈન્ડિયા રેટીંગ એજન્સી તરફથી IND AA રેટીંગ આપવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવતા મ્યુનિસિપલ બોન્ડના નાણાંનો ઉપયોગ AMRUT 2.0 હેઠળ ડી.આઈ. પાઇપલાઇન નેટવર્ક, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીવેજ નેટવર્ક વગેરે પ્રોજેકટસ માટે કરવામાં આવશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.