*SMC ના સભ્યએ સ્કૂલમાં ચાલતા મધ્યાહન ભોજન ની મુલાકાત લેતા લાલીયાવાડી સામે આવી* *તલોદ તાલુકા ની સાગપુર પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન માં બાફેલી તુવેરની દાળ માં જીવાતો નીકળી* - At This Time

*SMC ના સભ્યએ સ્કૂલમાં ચાલતા મધ્યાહન ભોજન ની મુલાકાત લેતા લાલીયાવાડી સામે આવી* *તલોદ તાલુકા ની સાગપુર પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન માં બાફેલી તુવેરની દાળ માં જીવાતો નીકળી*


*તલોદ તાલુકા ની સાગપુર પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન માં બાફેલી તુવેરની દાળ માં જીવાતો નીકળી*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

*SMC ના સભ્યએ સ્કૂલમાં ચાલતા મધ્યાહન ભોજન ની મુલાકાત લેતા લાલીયાવાડી સામે આવી*

તલોદ તાલુકાના સાગપુર ગામે આવેલ પ્રાથમિક શાળા માં ચાલતાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને આપતાં ભોજનમાં સ્કુલ મેનેજમેન્ટ કમિટી ના સભ્ય ના ઓચિંતા ચેકીંગ દરમિયાન મધ્યાહન ભોજન યોજના ના સંચાલક અને રસોઈયા ની બેદરકારી ના કારણે કુકર માં બાફેલ તુવર દાળ માંથી અસંખ્ય જીવાત નીકળતા સભ્ય ચોકી ઉઠ્યા હતા આ અંગે મધ્યાહન ભોજન ના સંચલકની કથિત બેદરકારી સામે કાર્યવાહી કરવા માટે તલોદ મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે આ અંગે મળતી વિગતો મુજબ તલોદ તાલુકાના સાગપૂર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા માં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મધ્યાહન ભોજન યોજના અમલમાં મુકવામાં આવી છે જેમાં શાળાનાં કુલ 470 બાળકો અભ્યાસ કરે છે જે પૈકી લગભગ 200 જેટલા બાળકો મધ્યાહન ભોજન યોજના નો લાભ મેળવે છે મધ્યાહન ભોજન સંચાલક તરીકે મંજૂલા બેન સોલંકી અને રસોઈયા તરીકે ઉષા બેન દરજી ફરજ બજાવે છે
દરમ્યાન ગત રોજ શાળાના એસ એમ સી કમિટી ના સભ્ય ચેહરસિંહ પરમાર દ્વારા શાળામાં ચાલતાં મધ્યાહન ભોજન કેન્દ્ર ની ઓચિંતી મુલાકાત લેતાં ચકાસણી કરતાં કુકર મા બાફેલી દાળ મા ઉપર જીવાત જોવા મળતા જ સભ્ય ચોકી ઉઠ્યા હતા અને મધ્યાહન ભોજન માંટે ફાળવેલ ચોખા અને તુવર દાળમાં અસંખ્ય જીવાત જૉવા મળી હતી આ સંદર્ભે એસ એમ સી ના સભ્યો એ તાત્કાલિક આચાર્ય શાળાનાં આચાર્ય રાજુભાઈ પટેલ ને તંત્ર ને જાણ કરવા માટે રજૂઆત કરવાં માટે સૂચના આપતા આચાર્ય દ્વારા તલોદ મામલતદાર ને રજૂઆત કરી હોવાનુ જાણવા મળે છે.

*મધ્યાહન ભોજન યોજના ના નાયબ મામલતદાર શું કહે છે*

સાગપૂર ગામે આવેલ પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજના ના ભોજન માંટે બાફેલ તુવર દાળ મા નીકળેલ જીવાતો બાબતે નાયબ મામલતદાર ચાવડા એ જણાવ્યું હતું કે આ સંદર્ભે મને ગઇકાલે ફરિયાદ મળી હતી અને આજે હું શાળા માં તપાસ હાથ ધરી જરૂરી રીપોર્ટ તૈયાર કરી ઉપલા અઘિકારી ને મોકલી આપવામાં આવશે અને હાલનો જથ્થો બદલો આપવામા આવશે.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.