વિસ્તારાની ફ્લાઈટમાં ખામી, હૈદરાબાદ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ:તેમાં સવાર કોંગ્રેસના સાંસદે કહ્યું- અડધો કલાક ખૂબ જ તણાવપૂર્ણ રહ્યો - At This Time

વિસ્તારાની ફ્લાઈટમાં ખામી, હૈદરાબાદ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ:તેમાં સવાર કોંગ્રેસના સાંસદે કહ્યું- અડધો કલાક ખૂબ જ તણાવપૂર્ણ રહ્યો


હૈદરાબાદથી દિલ્હી જતી વિસ્તારાની ફ્લાઈટ UK880નું ટેક્નિકલ ખામીના કારણે ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સાંજે 6.35 કલાકે ટેકઓફ થયેલી ફ્લાઇટના પાઇલટને ટેક ઓફ થયાના થોડા સમય બાદ ટેક્નિકલ ખામીની જાણ થઈ હતી. પાઇલટે 7:23 વાગ્યે ફ્લાઇટને હૈદરાબાદમાં ફરી લેન્ડ કર્યું. કોંગ્રેસ સાંસદ દાનિશ અલી પણ ફ્લાઈટમાં પેસેન્જર હતા. ઉતર્યા પછી તેમણે X પર લખ્યું- 'ખુદા કા શુક્ર હૈ. આજે વિસ્તારાની ફ્લાઇટમાં મુસાફરી કરવાનો અનુભવ ડરામણો હતો. અમે અડધો કલાક આકાશમાં ચક્કર લગાવતા રહ્યા. આ ખૂબ જ તણાવપૂર્ણ સમય હતો. આખરે પાઇલટે હૈદરાબાદમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.' દાનિશ અલીએ પોતાની પોસ્ટની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં ક્રૂ મેમ્બર વાત કરવાનો અવાજ સંભળાય છે. 7 કલાકના વિલંબ પછી, ફ્લાઇટ ફરીથી લગભગ 1 વાગ્યે હૈદરાબાદ એરપોર્ટથી ઉપડી અને લગભગ 2:30 વાગ્યે દિલ્હી પહોંચી. ફ્લાઇટમાં કુલ કેટલા મુસાફરો હતા તેની માહિતી હજુ સામે આવી નથી. વિસ્તારાએ કહ્યું- મેન્ટેનન્સના કારણે ઈમર્જન્સી લેન્ડિંગ થયું
ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગના 10 મિનિટ પછી સાંજે 7:33 વાગ્યે, વિસ્તારાએ X પર પ્લેનના ઇમરજન્સી લેન્ડિંગ વિશે માહિતી આપી. વિસ્તારાએ કહ્યું કે આ લેન્ડિંગ મેઈન્ટેનન્સના કારણે થયું છે. આ પછી વિસ્તારાએ લગભગ 1 વાગ્યે X પર બીજી પોસ્ટ શેર કરી. જેમાં ફ્લાઈટના રી-ટેકઓફ વિશે માહિતી આપવામાં આવી હતી. આ સિવાય વિસ્તારાએ બીજું નિવેદન જારી કર્યું અને મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી માગી. એરલાઈન્સે કહ્યું કે મુસાફરોની સુરક્ષા તેમની સૌથી મોટી પ્રાથમિકતા છે. પ્લેનને લેન્ડ કરવાનો નિર્ણય તમામ મુસાફરોના કલ્યાણ માટે લેવામાં આવ્યો હતો. ઈમર્જન્સી લેન્ડિંગની 3 ઘટનાઓ 19 મે: એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનના એન્જિનમાં આગ, બેંગલુરુમાં પ્લેનનું ઈમર્જન્સી લેન્ડિંગ બેંગલુરુથી કોચી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (IX 1132)ના એન્જિનમાં શનિવારે મોડી રાત્રે અચાનક આગ લાગી ગઈ હતી. આ પછી ફ્લાઈટનું બેંગલુરુ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તમામ 179 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. 17 મે: એર ઈન્ડિયાનું વિમાન દિલ્હી એરપોર્ટ પર પાછું ફર્યું, એર કંડિશનર યુનિટમાં આગનો ભય દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-807ને દિલ્હી પરત ફરવું પડ્યું હતું. દિલ્હી એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઇટ સાંજે 6:38 વાગ્યે સુરક્ષિત રીતે ઉતરી હતી. ફ્લાઈટના એર કન્ડીશનીંગ યુનિટમાં આગ લાગવાના ડરને કારણે પ્લેનને પાછું લાવવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં 175 મુસાફરો સવાર હતા. 13 એપ્રિલ: ચંદીગઢમાં ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, માત્ર 2 મિનિટનું ઈંધણ બચ્યું હતું દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે અયોધ્યાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E2702 લેન્ડ થઈ શકી ન હતી. આ પછી તેને ચંદીગઢ ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે ફ્લાઈટને ત્યાં લેન્ડ કરવામાં આવી ત્યારે ફ્લાઈટમાં માત્ર 2 મિનિટનું ઈંધણ બચ્યું હતું. ઘટના 13મી એપ્રિલની છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.