**સંજેલી કુંભાર ફળિયામાં રેહતી દિકરીના લગ્ન લીમડી ખાતે કરાયા હતા ” પતિ દ્વારા માનસિક ત્રાસ તેમજ મારઝુડ કરીને કેહતો” તુ ભણેલી નથી મારે નોકરીવાળી પત્ની જોઈતી હતી ” આખરે પત્નીએ લાલચી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ** રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી
**સંજેલી કુંભાર ફળિયામાં રેહતી દિકરીના લગ્ન લીમડી ખાતે કરાયા હતા " પતિ દ્વારા માનસિક ત્રાસ તેમજ મારઝુડ કરીને કેહતો" તુ ભણેલી નથી મારે નોકરીવાળી પત્ની જોઈતી હતી " આખરે પત્નીએ લાલચી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી **
ઓછું ભણેલી છે મારે તો નોકરીવાળી પત્ની જોઈએ છે,
પાંચ વખત સમાજ રાહે સમાધાન કરવા છતાં કોઈ ફરક ન પડ્યોઃ આખરે ફરિયાદ
સંજેલી તાલુકાના કુંભાર ફળિયામાં રહેતી 23 વર્ષિય વૈશાલીબેન જશવંતભાઈ પ્રજાપતિના લગ્ન અઢી વર્ષ અગાઉ ઝાલોદ તાલુકાના લીમડી કુંભારવાસમાં રહેતા અમીતભાઈ પ્રવિણભાઈ પ્રજાપતિના સાથે સમાજના રિત રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ અમીતે બે માસ
જેવુ સારી રીતે રાખેલ અને
ત્યાર બાદ વૈશાલીબેનને તુ ઓછી ભણેલી છે મારે તો નોકરીવાળી પત્ની જોઈએ છે તારી સાથે લગ્ન નોતા કરવા પણ મારા માતા પિતાના કહેવાથી તારી જોડે લગ્ન કર્યા છે તેમ કહી અવાર નવાર મારઝુડ કરતો હતો.
તેમજ વૈશાલીબેનના સસરા પણ તેના છોકરા અમીતને કહેતા તારે બીજી પત્ની લાવવી હોય તો લઈ આવ અમે બેઠા છીએ અને માતા પણ મારો
દિકરો તો આવો જ રહશે. તારે અમારા ઘરમાં રહેવુ હોય તો રહેશે તેમ કહી હેરાન પરેશાન કરતા હતા.
વૈશાલીબેન પતિ સાથે ગાંધીનગર રહેતી હતી. ત્યારે અમીત દારૂ પીને આવી તુ મને ગમતી નથી મને છુટાછેડા આપી દે તેમ કહી એક રૂમમાં પુરી મારઝડુ કરતો હતો. શનિ રવિની રજામાં ઘરે આવતાં ત્યારે સાસુ સસરા તેના પુત્રને ચઢામણીઓ કરી વૈશાલીબેન
સાથે ઝઘડો તકરાર કરાવતા હતા. આ મુદ્દે સમાજના આગેવાનો દ્વારા પાંચેક વાર સમાધાન કર્યું હતું. પોતાનો ઘર સંસાર આગળ ચાલે તેમ ન હોય વૈશાલીબેને પતિ અમીતભાઈ પ્રવિણભાઈ પ્રજાપતિ, સસરા પ્રવિણભાઈ પ્રજાપતિ તથા સાસુ સુરેખાબેન પ્રવિણભાઈ પ્રજાપતિ સામે દાહોદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.