કન્સ્ટ્રક્સનના ધંધાર્થી પર ચાની હોટલના સંચાલક બેલડી સહિત ચારનો હિંચકારો હુમલો - At This Time

કન્સ્ટ્રક્સનના ધંધાર્થી પર ચાની હોટલના સંચાલક બેલડી સહિત ચારનો હિંચકારો હુમલો


મેટોડામાં ક્નટ્રક્શનના ધંધાર્થી પર ચા ની હોટલના સંચાલક બેલડી સહિત ચાર શખ્સોએ હિંચકારો હુમલો કરતાં પ્રૌઢ બેભાન થઈ જતાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે મેટોડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે લોધિકાના વડવાજડી ગામે રહેતાં પ્રવીણસીહ દાજીભી ડાભી (ઉ.વ.52) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પ્રદીપસિંહ પરમાર, બળવંતસિંહ પરમાર (રહે. બંને વડવાજડી), યાજ્ઞિક જરવરિયા (રહે. શ્રીનાથજી સોસાયટી, મેટોડા) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને ક્ધટ્રક્શનનો ધંધો હોય જેની ઓફિસ મેટોડા જી.આઈ.ડી.સી ગેટ નં-1 ની સામે આવેલ છે.
ગઇ તા. 08 ના તેમની ઓફિસ હોય તે ઓફિસની બાજુમા ખુલ્લી જગ્યામા પતરા નાખવાના હોય જેથી તેમની ઓફિસે કામ કરતો મકવાણા કાળુ તથા તેમના મિત્ર મનુભા ડાભી સહિતના લોકો હાજર હતા અને કારીગર મારફતે પતરાનું માપ લેતાં હતા ત્યારે ઓફિસની બાજુમાં હરસિધ્ધિ નામની ચા-કોફીની હોટલ વાળા પ્રદિપસિંહ, તેના ભાઈ બળવંતસિંહ , તેનો મિત્ર યાગ્નિક તેમજ કોઇ અજાણ્યો શખ્સ ઘસી આવેલ અને કહેલ કે, આ જગ્યા અમારી છે, તમે અહીંયા કેમ પતરા નાંખો છો, જેથી તેમને આ જગ્યાના કાગળો હોય તો મને બતાવો હુ પતરા નહી નાંખું તેમ કહેતાં બંન્ને ભાઈઓ ઉશ્કેરાય ગયેલ અને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં.
દરમિયાન તેમનો કારીગર કાળુ છોડાવા આવતા ચારેય શખ્સો કારીગર કાળુને ઢીકાપાટુનો માર મારવા લાગેલ જેથી ત્યાં હાજર લોકો દોડી આવતાં અજાણ્યો શખ્સ હોટલનો ચા નો ડોયો પોતાના હાથમા લઇ ધસી આવેલ અને માથામા ઘા ઝીંકી દેતાં માથામાથી લોહી નિકળવા લાગેલ અને તે નીચે પડી ગયેલ હતાં. પ્રદિપસિંહએ કહેલ કે, તું પતરા નાખીશ તો, હું તને જાનથી મારી નાખીશ કહીં ધમકી આપી હતી. બાદમાં તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતાં. બનાવ અંગે મેટોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.