સૌની યોજના થકી સૌરાષ્ટ્રના અંદાજે 6.5 લાખ એકર વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ મળ્યો જળ સંપતિમંત્રી કુંવરજીભાઈ - At This Time

સૌની યોજના થકી સૌરાષ્ટ્રના અંદાજે 6.5 લાખ એકર વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ મળ્યો જળ સંપતિમંત્રી કુંવરજીભાઈ


વિકસિત ભારત’ની યાત્રામાં જળ વ્યવસ્થાપનની ભૂમિકા મહત્વની

સૌરાષ્ટ્ર વિસ્તારના 11 જિલ્લાઓના 99 જળાશયો, 190 ગામ તળાવો અને 1613 ચેકડેમો નર્મદાના નીરથી ભરાયા પાણી પુરવઠા મંત્રી બાવળીયા.

(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
કોઈ પણ રાજ્ય તેમજ દેશના પાયાના વિકાસમાં યોગ્ય જળ વ્યવસ્થાપન ખૂબ જ મહત્વનું પરિબળ છે. જળ એ જીવન છે એ મંત્રને સાર્થક કરવાની સાથે “મા” નર્મદાના દરિયામાં વધારાના વહી જતા નીર-પાણીથી સૌરાષ્ટ્ર - કચ્છની વર્ષોથી તરસી ધરાને તૃપ્ત કરવાના ભગીરથ પ્રયાસ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે ‘સૌની યોજના’નો ફેબ્રુઆરી-2014 માં શિલાન્યાસ કર્યો હતો. સૌની યોજના’ થકી સૌરાષ્ટ્રના અંદાજે 6.5 લાખ એકર વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ મળતો થઇ ગયો છે અને આ વિસ્તારના 11 જિલ્લાઓના 99 જળાશયો, 190 ગામ તળાવો અને 1613 ચેકડેમો નર્મદાના નીરથી ભરાયા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રની ધરાને પાણી આપવાનું જોયેલુ સપનું આજે પૂર્ણ થયું છે. ‘વિકસિત ભારત’ની યાત્રામાં જળ વ્યવસ્થાપનની ભૂમિકા મહત્વની પૂરવાર થઇ રહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારના નાગરિકો અને ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં ‘સૌની યોજના’ થકી નર્મદાના નીરને શહેરો અને અંતરિયાળ ગામો સુધી પહોચાડ્યા છે. તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image