જસદણમાં 113 વર્ષ જૂની પંચ બ્રાહ્મણ ગરબીમાં બાળાઓને સોનાની લાહણી કરવામાં આવે છે તેમજ કૃષ્ણ રાસ ભુવા રાસ જેવા પ્રાચીન રાસ ગરબાની રમજટ બોલે છે - At This Time

જસદણમાં 113 વર્ષ જૂની પંચ બ્રાહ્મણ ગરબીમાં બાળાઓને સોનાની લાહણી કરવામાં આવે છે તેમજ કૃષ્ણ રાસ ભુવા રાસ જેવા પ્રાચીન રાસ ગરબાની રમજટ બોલે છે


જસદણ પંચ બ્રહ્મ સમાજ દ્વારા ચાલતી ગરબી ખૂબ પ્રાચીન સમયથી ચલાવવામાં આવે છે. આ ગરબી 113 વર્ષ જૂની જસદણ પંથકમાં સૌ પ્રથમ ગરબી એક જગ્યા એ થતી હતી. આ ગરબી માં માતાજી ની સ્તુતિ એટલે સક્રદાય ના પાઠ નું સ્તવન કરવામાં આવે છે. જે અત્યાર ના યુગ માં સૌ પ્રથમ છે તેમજ બાળા ઓ દ્વારા અલગ અલગ રાસ રસ જેમકે ભૂવા રાસ, કૃષ્ણ વંદના, માતાજી ની વંદના, અલગ અલગ સ્વરૂપ ના ગરબા કરવામાં આવે છે. આઠમ ના દિવસે ભવ્ય અને દિવ્ય માતાજી ના ચોક ને સંગારવામાં આવે છે. આઠમ ના દિવસે માઁ દુર્ગાજીની હાજરી આચૂક થાય છે. જે એક અત્યાર ના યુગ માં એક માં ના પરચા પુરે છે. નવરાત્રી દરમિયાન પૂર્ણ આહુતિ નવચંડી યજ્ઞ કરી સંપન કરવામાં આવે છે. આ ગરબી નું સંચાલન જસદણ બ્રહ્મ સમાજ પ્રમુખ અને જિલ્લા ભાજપ કારોબારી નિમેશ ભાઈ શુક્લા, સચિન ભાઈ ભટ્ટ, રવું ભાઈ ચાવડા, વિનુંભાઈ ચાવડા, અનિલભાઈ ઉપાધ્યાય, રવિભાઈ જીવાણી, અલ્પેશ ભાઈ ગોસાઈ, વિશાલ ભાઈ શુક્લ, ગિરીશભાઈ ભટ્ટ, મહેન્દ્ર ભાઈ ત્રિવેદી, નરેશભાઈ જાની, સરદ ભાઈ ત્રિવેદી, યાત્રિકભાઈ સેઠ, હીરપરા ભાઈ જીતભાઇ મહેતા, ધ્યેય ભાઈ ત્રિવેદી, અજય ભાઈ જાની, રાજવીર મહેતા મનીષભાઈ મહેતા, બિપિન ભાઈ જિવાની દ્વારા કરવામાં આવે છે. છેલ્લા દિવસે બાળા ઓ ને સોના ની લાણી કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.