રાણાવાવ ના નકલંક ધામ ઠોયાણામાં નવદુર્ગા શક્તિ ઉપાસનામાં સાતમાં નોરતે રાસ ગરબા સાથે કૃષ્ણ જન્મ ઉત્સવ પણ ઉજવાયો* - At This Time

રાણાવાવ ના નકલંક ધામ ઠોયાણામાં નવદુર્ગા શક્તિ ઉપાસનામાં સાતમાં નોરતે રાસ ગરબા સાથે કૃષ્ણ જન્મ ઉત્સવ પણ ઉજવાયો*


નવરાત્રીના નાવલા નોરતા સાથે ધાર્મિક સંસ્કૃતિના પાત્રો ભજવી ધર્મમય વાતાવણ ખડું કર્યું ગોસા(ઘેડ) પોરબંદર તારીખ :-૧૦/૧૦/૨૦૨૪
આપણી ભારતીય સંસ્કૃતી આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિના કારણે પ્રચલિત થયેલી છે. આપણી સંસ્કૃતિમાં ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે આ પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણના મુખેથી નિ:સૃત વાક્ય, શ્રીમદ્ ભગવદ્ ગીતા તથા ભગવાનની બાળલીલાઓથી સમગ્ર વિશ્વ પરિચિત છે તથા એમાંથી સદ્ ગુણો પ્રાપ્ત કરે છે.
આમ, પરબ્રહ્મા પરમાત્મા શ્રીકૃષ્ણને ઓળખવાનો, એમની બાળલીલાઓને જાણવાનો, શ્રીકૃષ્ણને શ્રીકૃષ્ણ બની માણવાનો અનેરો ઉત્સવ એટલે કૃષ્ણ જન્મ ઉત્સવ .
આપણો ધર્મ અને સંસ્કૃતિ જીવંત રહે એમાટે ઠોયાણા ગામે નકલંક ધામ માં ભાઈઓ, બહેનો અને બાળકો પણ શ્રીકૃષ્ણ લીલાઓની જાણકારી પ્રાપ્ત કરે તેમજ જેવી રીતે ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મની સ્થાપના કરી અને અધર્મનો વિનાશ કર્યો, એવી જ રીતે આપણા બાળકો સંસ્કાર અને સંસ્કૃતિ તથા ધર્મરૂપી ધનને પ્રાપ્ત કરે એવા હેતુથીઠોયાણા નકલંક ધામમાં કૃષ્ણ જન્મોત્સવ તે સમયે જેવી રીતે જેલમાં ભગવાનનો જન્મ થયો દ્વારપાળો સુઈ ગયા અને વાસુદેવ કાના ને લઇ ગોકુલ તેમના મિત્ર નંદના ઘરે મુકવા જાય છે. જેલના તાળાઓ તુટી જાય અને દ્વારપાલો સુઈ જાય છે.યમુના નદી વાસુદેવ ને જવા માટે રસ્તો કરી આપેછે અને પછી ગોકુલ માં નંદના ઘરે નંદોત્સવ મનાવાય છે. ગોકુલ ના લોકો હર્ષ ઉલ્લાસ થી જન્મોત્સવ મનાવે છે ભગવાનને જુલાવવા ખુદ શંકરભગવાન પણ આવે છે. એ બધી ઘટના બને છે તેને બાળાઓ અને ભાઈઓ અને બહેનો એ ન્યાય આપવાનો પૂરો પ્રયત્ન કર્યો અને રાસ ગરબા રમી જન્મ ઉત્સવ તથા નંદોત્સવની ઉજવણી કરવામાં આવી.
આ તકે નકલંક ધામના સેવકો તથા ઠોયાણા ગામના ભાઈઓ બહેનો અને બાળકો અને બહારગામ ગામથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.