બાલાસિનોર ટાઉન પો.સ્ટે વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે બે ઇસમને ઝડપી પાડતી મહીસાગર એસ.ઓ.જી.
પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર વી અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબનાઓએ ગેરકાયદેસર હથીયાર પકડી પાડવા તથા ગુન્હાઓ બનતા અટકાવવા અંગે આપેલ સુચનાઓ અન્વયે મહીસાગર એમ.ઓ.જી. પોલીસ ઇન્સ. શ્રી.પી.આર. કરેણ માહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ શ્રી કે.આર.ચાવડા તથા એસ.ઓ.જી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી.
દરમ્યાન એસ.ઓ.જી પોલીસ ઇન્સ.શ્રી.પી. આર. કરેણ સાહેબનાઓને બાતમી મળેલ
કે બાલાસિનોર ટાઉન વિસ્તાર રાજપુર થી સાકરીયા ગામ તરફ જવાના રોડ ઉપર ગરનાળા પાસે બે ઇસમો એક દેશી હાથ
બનાવટની બંદુક પોતાના કબજામાં રાખી શિકાર કરવા સારૂ આવેલ હોવાની ચોક્કસ બાતમી આધારે જને ઇસમો (૧) મુસ્તુફાભાઈ ભુંગળભાઈ સીધી (ડકેર) રહે વિજાપુર, પશુદવાખાનાની પાછળ તા વિજાપુર જી. મહેસાણા (૨) ઉપર સકકાર સીધી (ડહેર) રહે વિજાપુર, પશુદવાખાનાની પાછળ તા વિજાપુર જી. મહેસાણાનાઓને દેશી હાથ બનાવટની બંદુક સાથે ઝડપી પાડી બાલાસિનોર ટાઉન પો.સ્ટે આર્મ્સ એકટ કલમ ૨૫(૧)(૧-બી)એ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.