શાકભાજી પાકોમાં ટ્રોલીઝ, મંડપ ઘટકામાં સહાય પૂર્વ મંજૂરી મળેલ ખેડૂતોએ ખરીદીના બિલો રજૂ કરવા બાબત
*શાકભાજી પાકોમાં ટ્રોલીઝ, મંડપ ઘટકામાં સહાય પૂર્વ મંજૂરી મળેલ ખેડૂતોએ ખરીદીના બિલો રજૂ કરવા બાબત*
સાબરકાંઠા જીલ્લાના ખેડૂતોએ શાકભાજી પાકોમાં ટ્રેલીઝ મંડપ ઘટકમાં સહાય મેળવવા
માટે ઓનલાઇન અરજીઓ કરી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, હિંમતનગર ખાતે
અરજીઓ રજૂ કરેલ છે. તે તમામ ખેડૂતોને નિયમોનુસાર કચેરી દ્વારા જુન માસમાં પૂર્વ મંજૂરી
આપવામા આવેલ છે અને ઘણા સમયથી જિલ્લાના ખેડૂતો દ્વારા શાકભાજી પાકોના મંડપ સાથે
વાવેતર પૂર્ણ કરવામા આવેલ છે. આમ જે ખેડૂતોને બાગાયત કચેરી સાબરકાઠા દ્વારા શાકભાજી
પાકોમાં ટ્રેલીઝ મંડપ ઘટકમાં પૂર્વ મંજૂરી મળેલ છે તેવા ખેડૂતોએ ખરીદીના તમામ બીલો
તેમજ જરૂરી સાધનિક કાગળો સાથે દરખાસ્ત મોડામાં મોડી તા. ૧૦/૧૧/૨૦૨૪ સુધી અત્રેની
કચેરીમાં બિનચૂક રજૂ કરવા આથી જણાવવમા આવે છે તેમજ તા. ૧૦/૧૧/૨૦૨૪ બાદ
શાકભાજી પાકોમાં ટ્રેલીઝ મંડપ ઘટક યોજનામાં આવેલ દરખાસ્તોને સહાય ચૂકવણી માટે ધ્યાને લેવામા આવશે નહિ જેની નોધ નાયબ બાગાયત નિયામકશ્રી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.