ઈડરના દિયોલી હાઇસ્કુલ માં ચોટાસણ ગામના દાતા દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી
દિયોલી હાઈસ્કુલમાં ચોટાસણ ગામના દાતા દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી.
ઈડર તાલુકાની શ્રીમતી એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલીમાં ચોટાસણના વતની ને હાલ અમદાવાદ નિવાસી ડૉ. પ્રકાશભાઈ ચૌહાણ દ્વારા ધોરણ ૯ અને ૧૦ના બધાજ બાળકોને શૈક્ષણિક કીટ સ્વરૂપે ત્રણ ફૂલ સ્કેપ ચોપડા, પાંચ બોલપેનના બે પેકેટ તેમજ સાધનોથી સજ્જ કંપાસબોક્ષ આપવામાં આવ્યા. ડૉ સાહેબ તથા તેમના પરિવારના સભ્યોના હસ્તે આ દાન આપવામાં આવ્યું હતું. શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રી સંદીપભાઈ પટેલ દ્વારા બુક આપી ડૉ. પ્રકાશભાઈ ચૌહાણનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ સંચાલન અને આભારવિધિ શાળા શિક્ષક શ્રી જે.જે.દેસાઈ સાહેબે કર્યું હતું.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891
9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.