એકલવા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શિબિર યોજાઈ.. - At This Time

એકલવા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શિબિર યોજાઈ..


એકલવા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શિબિર યોજાઈ..

સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત હારીજ પોલીસ સ્ટેશન દ્વારા હારીજ પોલીસ સ્ટેશન પીઆઇ શ્રી તથા પીએસઆઇ અને સાઇબર ક્રાઇમ ટીમ દ્વારા ઉત્તર બુનિયાદી વિદ્યાલય એકલવા ખાતે આજરોજ સાયબર ક્રાઇમ જાગૃતિ તથા સાઇબર ફ્રોડ થી સાવચેત રહેવા વિદ્યાર્થીઓને આજના યુગમાં થતા અલગ અલગ સાયબર ફ્રોડ અને વિવિધ સાયબર ક્રાઇમ ના ભોગ ન બને તે અંગેની માહિતીથી વાકેફ કરવા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના સહયોગથી એક સરસ મજાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. હારીજ પોલીસ સ્ટેશન દ્વારા ખુબ સરસ રીતે પ્રેઝન્ટેશન આપી બાળકોને અને વાલીઓને સાયબર ફ્રોડ થી કેવી રીતે બચી શકાય તથા સાયબર ફ્રોડ નો ભોગ બનનારને સાયબર ફ્રોડ હેલ્પલાઇન ૧૯૩૦ નંબરનો ઉપયોગ કરી કેવી રીતે બચી શકાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

રિપોર્ટ.અનિલ રામાનુજ પાટણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.