રાધનપુરના કલ્યાણપુરા ગામે જય અંબે યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન - At This Time

રાધનપુરના કલ્યાણપુરા ગામે જય અંબે યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન


પાટણ...
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર

રાધનપુરના કલ્યાણપુરા ગામે જય અંબે યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન...

ગામના રહીશો દ્રારા માતાજીની નિત્ય આરતી, પ્રસાદ સાથે રાસ ગરબાની જામતી રમઝટ..

ખેલૈયાઓને નવેનવ દિવસ અંબે યુવક મંડળ દ્વારા આપવામાં આવે છે લાણી.....

પાટણ જિલ્લાના રાધનપુર શહેરના વિવિધ પાર્ટી પ્લોટોની સાથે સાથે મોહલ્લા પોળો અને સોસાયટી વિસ્તારમાં પણ જગત જનની જગદંબાના આરાધના ના પવિત્ર પર્વ નવરાત્રી પર્વની ઉજવણી ભક્તિ સભર માહોલમાં માઈ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે કલ્યાણપુરા અંબે યુવક મંડળ સહિત સમસ્ત ગ્રામજનો દ્વારા નવલી નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.કલ્યાણપુરા ગામ ખાતે રામજી મંદિર ચોક ખાતે અંબે યુવક મંડળ સહિત ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજનકરવામાં આવ્યું છે. જેમાં નિત્ય માતાજીની આરતી ઉતારી પ્રસાદ વિતરણ બાદ ગામનાં રહીશો ભક્તિ સંગીતના સુરો વચ્ચે માતાજીના ગુણલા ગાઈ ધન્યતા અનુભવી રહ્યા છે.

કલ્યાણપુરા અંબે યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ દરમિયાન માતાજીના સાનિધ્યમાં ચાચર ચોકમાં ગરબે રમતા તમામ એ તમામ ખેલૈયાઓને નવ દિવસ લાણી આપવામાં આવે છે.તેમજ દશેરા નાં દિવસે ઈનામ વિતરણ કરવામાં આવે છે.સાથેજ ડ્રો પણ કરવામાં આવે છે જેમાં ફ્રીઝ,પંખા,કૂલર,મોબાઇલ સહિત ઘર ઘંટી જેવી વસ્તુઓ ડ્રો દરમિયાન ઇનામો જાહેર કરવામાં આવે છે.કલ્યાણપુરા ગામ ખાતે વર્ષોજૂના પરંપરાગત પ્રાચીન ગરબા સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવે છે.તેમજ ખેલૈયાઓને દરરોજ લાણી આપવામાં આવે છે. સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં ચાચર ચોકમાં ભેગા મળી માતાજીની પૂજા અર્ચના કરી ગરબે રમતા જોવા મળે છે અને નવલી નવરાત્રી દરમિયાન ચા,પાણી સાથે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.