નોન ટ્રાન્સપોર્ટની સીરીઝ, ટુ વ્હિલર, ફોર વ્હિલર, ટ્રાન્સપોર્ટ સીરીઝ વાહન માટેની સીરીઝના પસંદગીના બાકી સિલ્વર ગોલ્ડન નંબરોનું ઈ-ઑક્શન થશે
(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લાના ટુ-વ્હીલર વાહન ખરીદનારઓને મોટરીંગ પબ્લીક જોગ અન્વયે જણાવવાનું કે, આગામી તા. 16-10-2024થી નોન ટ્રાન્સપોર્ટની સીરીઝ GJ33J ટુ વ્હિલર, GJ33K ફોર વ્હિલર, ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ33T વાહન માટેની સીરીઝના પસંદગીના બાકી રહેલા સિલ્વર ગોલ્ડન નંબરો ઓનલાઈન એપ્લીકેશન ઈ-ઑક્શનથી ફાળવવામાં આવશે.
જેથી વાહન ખરીદ્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લીકેશન કરવાની રહે છે. ત્યારબાદ ફી તથા કર ભરપાઈ કરી એઆરટીઓ કચેરી બોટાદ ખાતે પસંદગી નંબરનું ઓનલાઈન ટેન્ડર બીડ ભરી ઈ-ઑક્શનમાં ભાગ લઈને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. તથા વાહન ખરીદ્યાને દિવસ-૭ (સાત)માં સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. તથા તેમનું પર્સનલ લોગીન કરી આ માટેની એપparivahan.gov.in વેબસાઈટ પર આ મુજબની કાર્યવાહી રહેશે.તા. 16-10-2024 થી 18-10-2024 સમય- બપોરે 16 :00 સુધીમાં અરજી કરવાની રહેશે.18-10-2024 થી 20-10-2024ના રોજ બપોર 16:00 સુધી બીડીંગ રહેશે.જે અરજદારોના ઈ-ફૉર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમીટ(જમા) કરવાનું રહેશે. જેમણે સીએનએ ફોર્મ ભર્યું હોય તેમને જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકાશે. હરાજીમાં ટેક્નીકલ ખામીને કારણે રદ કરવાની સત્તા આરટીઓની અનામત રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.