આધુનિક સંદેશા પધ્ધતિઓની વચ્ચે ટપાલીઓ આજે પણ ઘરેઘરે જઈને ટપાલનુ વિતરણ કરે છે. - At This Time

આધુનિક સંદેશા પધ્ધતિઓની વચ્ચે ટપાલીઓ આજે પણ ઘરેઘરે જઈને ટપાલનુ વિતરણ કરે છે.


શહેરા,
વિશ્વ ટપાલ દિવસની ઉજવણી 9 ઓક્ટોબરના રોજ પુરા વિશ્વભરમા કરવામા આવે છે. ૧૯૬૯માં ટોકિયો જાપાનની UPU કોંગ્રેસમાં ૯ ઓક્ટોબરને વિશ્વ ટપાલ દિવસ ઘોષિત કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય શ્રી આનંદ મોહન નરુલાએ રજૂ કર્યો હતો. ત્યારથી ટપાલ સેવાઓના મહત્ત્વને ઉજાગર કરવા માટે દુનિયાભરમાં વિશ્વ ટપાલ દિનની ઉજવણી કરવામાં આવે છે.આજના સોશિયલ મિડિયા અને ઈમેલ વોટસએપના જમાના પણ ટપાલની આજેપણ બોલબાલા છે. પંચમહાલ જીલ્લાની શહેરા ખાતે આવેલી પોસ્ટ ઓફીસ શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમા આજે પણ ટપાલ સેવા પુરી પાડે છે. સાથે સાથે સરકારી યોજના જેમા આર્થિક લાભ મળે અને લાભાર્થી ભવિષ્યને સુધારી શકે તે દિશામા પણ કામ કરે છે.
શહેરા ખાતે આવેલી તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફીસના ના તાબા હેઠળ 23 બ્રાન્ચ પોસ ઓફિસો આવેલી છે જેમાં 42 જેટલા કર્મચારીઓ કામ કરે છે. જેમાથી ગ્રામીણ વિસ્તારમા કામ કરતા ટપાલીઓ સવારે ઓફીસથી ટપાલ લઈને ગ્રામ્ય વિસ્તારોમા જઈને પહોચાડે છે. ટપાલીઓ કોઈ પણ જોખમે અંતરિયાળ વિસ્તાર હોય તોય ઘરે ઘરે જઈને ટપાલનુ વિતરણ કરે છે. સાથે સાથે અન્ય સુવિધાઓ નો લાભ પણ ભારતીય ટપાલ વિભાગ દ્વારા આપવામા આવે છે. જેમા દિકરીઓ માટે સુકન્યા સમૃધ્ધી યોજના ખુબ જ ફાયદા કારક છે. સાથે બચત ની યોજનાની વાત કરવામા આવે તો SB સેવિંગ બચત ખાતું , RD રિકવરી માસિક બચત TD ટાઇમ ડિપોઝિટ KVP કિશાન વિકાસ પત્ર NSC.નેશનલ સેવીંગ સર્ટીફીકેટ PPF પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જેવી આઈપીપીબી બેન્કિંગ APS ની સુવિધાઓ લેવડ દેવડ ની સુવિધાઓ પૂરી પાડતા હોય છે.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.