જિલ્લા પ્રભારી મંત્રી અને ઉદ્યોગ, શ્રમ, રોજગાર અને નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિકાસના કામોના ઇ-ખાતમૂહુર્ત તથા ઇ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો - At This Time

જિલ્લા પ્રભારી મંત્રી અને ઉદ્યોગ, શ્રમ, રોજગાર અને નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિકાસના કામોના ઇ-ખાતમૂહુર્ત તથા ઇ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો


વિકાસ સપ્તાહ: સાબરકાંઠા
**
જિલ્લા પ્રભારી મંત્રી અને ઉદ્યોગ, શ્રમ, રોજગાર અને નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિકાસના કામોના ઇ-ખાતમૂહુર્ત તથા ઇ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
******
ગુજરાત રાજ્યની ૨0 વર્ષ પહેલા અને હાલની પરિસ્થિતિ ખૂબ જ અલગ છે. ગુજરાત સમગ્ર દેશમાં વિકાસ મોડલ બન્યું છે. - મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત

******

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા તા.૭ થી ૧૫ ઓકટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને ઉધ્યોગ,શ્રમ, રોજગાર અને નાગરીક ઉડ્ડયન મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના વિકાસના કામોના ખાતમૂહુર્ત તથા લોકાર્પણનો કાર્યક્રમ ટાઉન હોલ હિંમતનગર ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક યોજનાઓ થકી છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચે તે માટે પ્રયત્નશીલ રહ્યા છે. સતત 23 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી થી લઇ દેશના વડાપ્રધાન સુધીની સફરમાં એક પણ દિવસની રજા વિના સતત કાર્યરત રહી વિકાસની અનેક કેડીઓ કંડારી છે.
વિકાસ સપ્તાહના માધ્યમથી તમામ લોકો સુધી વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવેલા કાર્યોની વિકાસની વાતો પહોંચે તે માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીનું આયોજન કરાયું છે જે બદલ હું મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવું છું.
જ્યારે નરેન્દ્રભાઇએ વર્ષ ૨૦૦૧માં ગુજરાતની ધુરા સંભાળી ત્યારે ૨૦૦૨ ની વાત કરીએ તો ગુજરાતનું બજેટ ૩૬ હજાર કરોડ હતું જે આજે ૨૦૨૪-૨૫ માં ૩.૩ લાખ કરોડ થયું છે. માથાદીઠ આવક ૨૦૦૨માં ૨૦,૦૦૦ ની આસપાસ હતી જે આજે ૨.૭૩ લાખ થઈ છે. રાજ્ય સરકારની ટેક્સની વાત કરીએ તો રૂ. ૯.૨ હજાર કરોડ હતો જે અત્યારે રૂ. ૧.૪૯ લાખ કરોડ થયો છે એટલે કે ૧૫૦૦ ટકાનો ગ્રોથ ટેક્સમાં પણ થયો છે.
ગુજરાત રાજ્યની ૨0 વર્ષ પહેલા અને હાલની પરિસ્થિતિ ખૂબ જ અલગ છે. ગુજરાત સમગ્ર દેશમાં વિકાસ મોડલ બન્યું છે. ભારત વિશ્વમાં ૧૧મા ક્રમે થી લઈ આજે પાંચમા સ્થાને પહોંચ્યું છે.

કોઈ લાભાર્થી સરકારી લાભથી વંચિત ના રહે તે માટે વડાપ્રધાન શ્રી એ જે તે સમયે ગરીબ કલ્યાણ મેળા, સેવા સેતુ કાર્યક્રમ વગેરે માધ્યમથી ગામડાઓ સુધી પહોંચી લાભાર્થીને ઘર આંગણે લાભનું વિતરણ કર્યું છે.
૨૦૨૯ સુધીમાં કોઈ વ્યક્તિ ગાડી વિનાનું નહીં હોય એમ ઉમેરી મંત્રી શ્રી એ ઉપસ્થિત સૌ લોકોને ભારત વિશ્વમાં ત્રીજી મહા સત્તા બને તે માટે આપણે સૌ સાથે મળી પ્રયાસ કરીએ સૌ સંકલ્પ કરીએ અને ૨૦૪૭ સુધીમાં ભારતને વિકાસશીલ દેશ બનાવવાના સ્વપ્નને સફળ બનાવવા માટે અપીલ કરી હતી.
ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતને વિકસિત કરવાના સ્વપ્નને જોનારા દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વમાં આપણો દેશ વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. ટ્રાયબલ વિસ્તારો માટે નલ સે જલ, સૌની યોજના, આવાસ, જેવી નાનામાં નાના માણસની જરૂરિયાતને ધ્યાને રાખી વડાપ્રધાન શ્રી એ અનેક યોજનાઓ અમલી બનાવી છે. શિક્ષણ આરોગ્યને પ્રાધાન્ય આપી જન કલ્યાણ માટેના કાર્યો કર્યા છે.
સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ વડાપ્રધાન શ્રી ને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સમયે તેમણે કરેલા જિલ્લા વિભાજનના કાર્યો તાલુકા વિભાજનના કાર્યો થકી લોકોને વહિવટી કામો માટે દૂર જવું નથી પડતું. આ સાથે સાબરકાંઠા જિલ્લાના પોળોને ઇકો ટુરિઝમ તરીકેના વિકાસને કારણે આદિજાતિ વિસ્તારના લોકોને મળી રહેલ રોજગારી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે રૂ. ૧૧.૦૭ કરોડના ૧૮૦ કામોના ઇ ખાતમુહુર્ત અને રૂ.૯.૩૪ કરોડના ૨૦૭ કામોનું ઇ લોકાર્પણ કરવામાં એમ કુલ રૂ.૨૦.૪૨ કરોડના ૩૮૭ વિકાસ કામોની ભેટ મળી. મહાનુભવોના હસ્તે ૨૩ વર્ષ સફળ અને સબળ નેતૃત્વના પુસ્તકનું વિમોચન કરાયુ હતું.
આ પ્રસંગે ઇડર ધારાસભ્ય શ્રી વોરા, પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી ડો. રતન કંવર ગઢવીચારણ, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, અગ્રણી શ્રી કનુભાઇ પટેલ, શ્રી મહેન્દ્રસિંહ રહેવર, પ્રાંતશ્રી હિંમતનગર જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.