વિજયનગર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં શહીદ સ્મારક થી વીરાંજલિ વન સુધી વિકાસ પદયાત્રા યોજાઈ - At This Time

વિજયનગર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં શહીદ સ્મારક થી વીરાંજલિ વન સુધી વિકાસ પદયાત્રા યોજાઈ


*વિજયનગર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં શહીદ સ્મારક થી વીરાંજલિ વન સુધી વિકાસ પદયાત્રા યોજાઈ*
*****
*૧ર૦૦ વનવાસી શહિદવીરોની સ્મૃતિને ચિરંજીવ રાખવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદકાળ દરમ્યાન ૧ર૦૦ વૃક્ષો વાવી શહિદ સ્મૃતિ વન ઉભું કરી વનવાસી શહિદોને યથોચિત શ્રદ્ધાંજલિ અર્પી છે.*
*-પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત*
*****
સાબરકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને ઉધ્યોગ,નાગરીક ઉડ્ડયન અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિજયનગરના પાલ દઢવાવ ખાતે શહીદ સ્મારકથી વીરાંજલિ વન સુધી વિકાસ પદયાત્રા યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ ગુજરાતના ૧૪ માં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી ગુજરાતની વિકાસયાત્રા અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ શાસનના પગલાં લેવામાં આવી રહ્યા છે.
આદિવાસી સમાજ ગુજરાતની વિરાસત છે.આ સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે સરકાર સંકલ્પબદ્ધ છે.
વિજયનગરના પાલ દઢવાવ ખાતે લગાન વધારાના જુલમ સામે વિરોધ નોંધાવવા ૭ માર્ચ ૧૯રરના દિવસે વિજયનગરના પાલ-દઢવાવમાં મોતીલાલ તેજાવતની આગેવાની હેઠળ એકઠા થયેલા ૧ર૦૦ આદિવાસી બાંધવો પર બ્રિટીશરોએ ગોળીઓ વરસાવી વિંધી નાખ્યા હતા. ૧૯૧૯ના જલિયાવાલા બાગ હત્યાકાંડથી પણ વધુ ક્રૂર આ પાલ-દઢવાવ હત્યાકાંડ અદિવાસી લોકોનો માતૃભિમી પ્રત્યેની વિરતા ઉજાગર કરે છે.
આઝાદી-સ્વતંત્રતા સંગ્રામની વિસરાયેલી ઘટના અને આઝાદી સંગ્રામના વિરલાઓને જન-માનસમાં ઉજાગર કરવા, ૧ર૦૦ વનવાસી શહિદવીરોની સ્મૃતિને ચિરંજીવ રાખવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદકાળ દરમ્યાન ૨૨ મી જુન ર૦૦૩માં ૧ર૦૦ વૃક્ષો વાવી શહિદ સ્મૃતિ વન ઉભું કરી વનવાસી શહિદોને યથોચિત શ્રદ્ધાંજલિ અર્પી છે.
ગુજરાતના વિકાસની વણઝાર ચાલુ રહી છે જેના ૨૩ વર્ષ પૂર્ણ થયા છે. ૨૦૦૧ થી ૨૦૨૪ નો સમય ગુજરાતના વિકાસનો સંક્રાંતિકાળ રહ્યો છે અને હવે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરવાની ગુજરાત સરકારની નેમ છે.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્રારા આદિવાસી વિસ્તારના વિકાસને પ્રાધાન્ય આપીને આદિજાતિઓના વિકાસના દ્રાર ખોલ્યા છે. રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ કન્યાકેળવણી, શૌચાલય,દુધ સંજીવની યોજના,કૃષિ વૈવિધ્યકરણ યોજના જેવી મૂળભૂત જરૂરીયાતો ઉંડાણના વિસ્તાર સુધી પહોંચાડી છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોક કલ્યાણ માટે અનેક કદમો ઉઠાવ્યા છે. સૌનો સાથ સૌનો વિશ્વાસ હાંસલ કર્યો છે. તેમાં ગુજરાતે દેશનું ગ્રોથ એન્જીંન બન્યું છે.
આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી અશ્વિનભાઇ કોટવાલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રીએ શહીદ સ્મારક ખાતે પુષ્પો અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે સ્થાનિક આદિવાસીઓના આસ્થાનું પ્રતીક એવા રૂખડો વૃક્ષનું પૂજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે એક પેડમાં કે અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ કોઈએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી રમીલાબેન બારા, ધારાસભ્યશ્રી વી ડી ઝાલા, ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, મહિલા બાળ સમિતિના ચેરમેનશ્રી લીનાબેન નિનામા, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. રતનકંવર ગઢવી ચારણ, નાયબ વન સંરક્ષકશ્રી એસ. ડી. પટેલ,પ્રાંત અધિકારીશ્રી, અગ્રણીશ્રી કનુભાઈ પટેલ, અગ્રણીશ્રી અશ્વિનભાઇ કોટવાલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો આ વિકાસ યાત્રામાં જોડાયા હતા.
****


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.