વાગરા: ભેંસલી નજીકની રીલાયન્સ પોલીસટર કંપની દ્વારા કામદારોને છુટા કરવામાં આવતા યુથ કોંગ્રેસ મેદાનમાં - At This Time

વાગરા: ભેંસલી નજીકની રીલાયન્સ પોલીસટર કંપની દ્વારા કામદારોને છુટા કરવામાં આવતા યુથ કોંગ્રેસ મેદાનમાં


વાગરા: ભેંસલી નજીકની રીલાયન્સ પોલીસટર કંપની દ્વારા કામદારોને છુટા કરવામાં આવતા યુથ કોંગ્રેસ મેદાનમાં

સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ વાગરા તાલુકાના ભેંસલી ગામ નજીકની રીલાયન્સ પોલીસટર કંપની દ્વારા અચાનક કામદારોને છુટા કરી દેવામાં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કંપનીના ગેટ બહાર કામદારોએ યુથ કોંગ્રેસના શેરખાન પઠાણને સાથે રાખી ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. કામદારોએ આક્ષેપ કર્યા હતા, કે અમારા પાસે આઠ કલાકની જગ્યાએ બાર કલાક કામ કરાવી શોષણ કરવામાં આવે છે. બાર-બાર કલાક કામ કરવા છતાંય અમને નોંકરીમાંથી છુટા કરી દેવામાં આવેલ છે. કામદારોએ યુથ કોંગ્રેસના આગવવાનોને સમસ્યા અંગે રજુઆત કરી હતી. જેને લઈ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ, કાર્યકરો તેમજ ખોજબલ, ભેંસલી સહિતના આસપાસના યુવાનો પણ કામદારોની વ્હારે દોડી આવ્યા હતા. અને ઘટતું કરવાની માંગ કરી હતું. આ વેળાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ બંદોબસ્ત પણ ખડકાઈ ગયો હતો.

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના શેરખાન પઠાણએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું, કે કામદારો પાસે આઠ કલાકની જગ્યાએ બાર-બાર કલાક કામ કરાવવામાં આવે છે. તેમ કરવા છતાંય કામદારોને છુટા કરી દેવામાં આવ્યા હતા. જે અંગેની રજુઆત મળતાની સાથેજ અમે યુથ કોંગ્રેસની ટીમ ભેંસલી નજીક આવેલ રીલાયન્સ પોલીસટર કંપની ખાતે કામદારોની સમસ્યા અંગે રજુઆત કરવા માટે આવ્યા છીએ, અમે કંપનીના હેડ સાથે મિટિંગ કરી સમગ્ર મામલાનો તાગ મેળવ્યો છે. અને કંપનીના હેડને જણાવ્યું હતું, કે કામદારો સાથે એક મિટિંગ કરી સમસ્યાનું સમાધાન કરવું જોઈએ, આખરે કંપનીના હેડે જણાવ્યું હતું, કે આગામી મંગળવારે કામદારોને પરત નોકરી ઉપર લેવામાં આવશે, અને વધુમાં 12 કલાકની જગ્યાએ 8 કલાકજ કામ કરાવવામાં આવશે તેમજ સરકારરી ધારાધોરણ મુજબનું વેતન પણ આપવામાં આવશેની બાહેનધરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. વધુ શેરખાન પઠાણએ જણાવ્યું હતું, કે GIDC વિસ્તારની કોઈ પણ આવી સમસ્યા હોય તો યુથ કોંગ્રેસનો સંપર્ક કરવો, અમે હંમેશા યુવાનોની વ્હારે આવી મદદ કરીશુ તેમ પણ જણાવ્યું હતું.
રિપોર્ટર: સૈયદ શેર અલી


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.