ઓક્ટોબર-૨૦૨૪ના માસનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૧૦/૨૦૨૪ રોજ યોજાશે - At This Time

ઓક્ટોબર-૨૦૨૪ના માસનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૧૦/૨૦૨૪ રોજ યોજાશે


(અસરફ જાંગડ દ્વારા)
ઓક્ટોબર-૨૦૨૪ના માસનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૧૦/૨૦૨૪ના ગુરૂવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મીટીંગ હોલ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ બોટાદ ખાતે યોજવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણીત રહેલી હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે. તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૧૦/૨૦૨૪ સુધીમાં ૨જાના દિવસો સિવાય કલેકટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ નિવાસી અધિક કલેકટર, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.