હરિયાણામાં ભાજપની જીતમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા શામેલ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
હરિયાણામાં ગત મંગળવારે ભાજપએ વિધાનસભાની ચૂંટણીમાં જબરજસ્ત જીત મેળવી હેટ્રિક નોંધાવતા ગુજરાત ભાજપમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે. ત્યારે મંગળવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલએ પ્રદેશ કમલમ ખાતે ખાસ જલેબી તળી ઊપસ્થિત મહાનુભવોના મીઠાં મો કરાવ્યાં જેમાં મહત્વની ઉપસ્થિતી જસદણના પુર્વ ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા ખાસ હાજર રહી આ જીતને વધાવી હતી. અત્રે નોંધનીય છે કે ગત રાત્રિના દિલ્હી ભાજપના હેડ ક્વાર્ટર પરથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે હરિયાણાના લોકોએ કમળ કમળ કરી દીધું અને તે પૂર્વે એકસ પર ટવિટ કરી લખ્યું કે હરિયાણાનો હદયથી આભાર ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર સ્પષ્ટ બહુમત આપવા માટે હુ હરિયાણાની જનશક્તિને નમન કરું છું. આ વિકાસ અને સુશાસનના રાજકારણની જીત છે હું રાજયનાં તમામ લોકોને ખાતરી આપુ છુ કે ભાજપ તેમની આકાંક્ષાઓને પુર્ણ કરવામાં કોઈ કચાશ રાખશે નહી અત્રે ઉલ્લેખનીય છે કે એક સમયે જસદણ વીંછિયા પંથકમાં ભાજપનું નામો નિશાન જેવું કંઈ હતું નહિ તે સમયે ઈસ્વી સન ૨૦૦૯ માં ડો. ભરતભાઈ બોઘરા વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી આ પંથકમાં ભાજપનું ખાતું ખોલ્યું હતું ત્યારબાદ ગુજરાતનાં મુખ્યમંત્રી રહેલાં નરેન્દ્રભાઈ અનેકવાર જસદણ આવી અબજો રૂપિયાના વિકાસના કામોને ઝડપભેર વેગ આપ્યો હતો આમ જસદણ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપને શિરમોર બનાવવાનો શ્રેય ડો. ભરતભાઈ બોઘરાને જાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.