પાટણના ગુજરવાડાનો પ્રાચિન દોરી ગરબો ચર્ચા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યો..
પાટણ.
રાધનપુર.
અનિલ રામાનુજ રાધનપુર
પાટણના ગુજરવાડાનો પ્રાચિન દોરી ગરબો ચર્ચા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યો..
પાટણમાં જૂના અને પ્રાચીન ગરબાની વર્ષોજૂની પરંપરા આજે પણ યથાવત,ગુર્જરવાડાનાં ખેલૈયાઓએ દોરી ગરબો રમીને સાંસ્કૃતિક પરંપરા જાળવી છે.
પ્રાચીન દોરી ગરબો નવા ખેલૈયાઓ માટે રમવો ઘણો કઠિન છે..સંસ્કૃતિની ભાત પાડવા સાથે સામાજિક એકતાની ગૂંથણી પણ કરે છે દોરી ગરબો.
ઉતર ગુજરાતમાં પાટણના ગુર્જરવાડાએ મંડળીની સાથે પ્રાચિન દોરી ગરબાની પરંપરા આજે પણ જાળવી રાખી છે.પાટણના ગુજરવાડાનો પ્રાચિન દોરી ગરબો ચર્ચા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.પાટણમાં જૂના અને પ્રાચીન ગરબાની વર્ષોજૂની પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે.ગુર્જરવાડાનાં ખેલૈયાઓએ દોરી ગરબો રમીને સાંસ્કૃતિક પરંપરા જાળવી છે.
આજે મંડળી ગરબાનો ક્રેઝ ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે પાટણના ગુર્જરવાડાએ મંડળીની સાથે સાથે પ્રાચિન દોરી ગરબાની પણ પરંપરા જાળવી રાખી છે.નવરાત્રિની ઉજવણીમાં ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલો પાટણના ગુજરવાડાનો આ પ્રાચિન દોરી ગરબો ચર્ચા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.ત્યારે આજે ગુર્જરવાડાનાં ખેલૈયાઓએ દોરી ગરબો રમીને સાંસ્કૃતિક પરંપરા જાળવી છે.દોરી ગરબો એ પૂર્ણ રૂપે આપણી સંસ્કૃતિની ભાત પાડવા સાથે સામાજિક એકતાની ગૂંથણી પણ કરે છે. આ પ્રાચીન ગરબો નવા ખેલૈયાઓ માટે રમવો ઘણો કઠિન છે.
અગાઉના સમયમાં ઢોલક-તબલાં-મંજીરાના તાલે મંડળી દ્વારા ગવાતાં લોકગીતોની ધૂનમાં લયબદ્ધ રીતે રમાતો દોરી ગરબો વર્તમાન સમયે ડીજે આવવાથી લુપ્ત થઈ રહ્યો છે. ગુર્જરવાડા સમસ્ત પરિવાર આમ તો ડીજે મ્યુઝિકનાં તાલે નવરાત્રીની ઉજવણી કરે છે, પરંતુ દોરી ગરબો રમવા માટે ઢોલક-તબલાં-મંજીરાનાં તાલે મંડળી દ્વારા લોકગીતો અને ગરબા ગાઈને પ્રાચીન દોરી ગરબા રમીને સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખવાનો પ્રયાસ કરે છે.દોરી ગરબો એટલે સામાજિક એકતાની ગૂંથણી
આ પ્રાચિન દોરી ગરબાની સુંદરતા અને તેનું મહત્વ તે રમાતો હોય ત્યારે તેની ગુંથણી પર નિર્ભર છે. હાથમાં દોરી પકડીને અડધા ખેલૈયાઓ તાલ આપીને અંદરની તરફ જ્યારે અડધા બહારની તરફ ગોળ ધૂમીને ગરબે રમવા લાગે ત્યારે દોરીની સુંદર ગુંથણી તૈયાર થાય છે. દોરી ગરબો રમવો એ એક આવડતભરી કળા છે. આખો ગરબો રમાય ત્યાં સુધીમાં દોરી છેક નીચે સુધી ગુંથાઈને એક સુંદર ગૂંથણી તૈયાર થાય છે, જે ગુંથણી છોડવા માટે પણ ગરબો રમવો પડે છે.
ભાતિગળ પદ્ધતિથી તાલબદ્ધ રીતે રમાતો દોરી ગરબો:-
અગાઉ આ ગરબો ગુજરાતના ઘણા પ્રાંતમાં રમાતો હતો, તે ગોફ ગૂંથણ ગરબો કે અઠંગા રાસ તરીકે પણ ઓળખાય છે. ભાતિગળ પદ્ધતિથી તાલબદ્ધ રીતે રમાતો દોરી ગરબો એ આપણાં સાંસ્કૃતિક વારસા સમાન છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.