ગાંજા ના કેસમાં ભેસાણના સરાકડીયા ના હનુમાનજી મંદિરના એક સાધુને ત્રણ વર્ષની સજા અને પચાસ હજારનો દંડ ફટકારતી વિસાવદર કોર્ટ સરકારી વકીલ વિજય માઢક ની ધારદાર દલીલો
ગાંજા ના કેસમાં ભેસાણના સરાકડીયા ના હનુમાનજી મંદિરના એક સાધુને ત્રણ વર્ષની સજા અને પચાસ હજારનો દંડ ફટકારતી વિસાવદર કોર્ટસરકારી વકીલવિજયમાઢકનીધારદારદલીલોવિસાવદરની સેસન્સ કોર્ટમાં ચાલતા સ્પે.કેસમાં આજે એક સાધુને ગાંજાના વાવેતર કરવા બાબત તથા ગાંજા સાથે રેડ દરમિયાન પકડાઈ જઈ ગુનો કર્યાના એક કેસ વિસાવદર ની સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિજય માઢકની ધારદાર દલીલો ધ્યાને લઈને વિસાવદર સેસન્સ કોર્ટના સેસન્સ જજ જયેશકુમાર શ્રીમાળી દ્વારા ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારતા ચકચાર મચી ગયેલ છે. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે,ખીમાં પુના ગુજરીયા ચારણ હાલ જયભારથી ઉર્ફે માતામાં ચારણશ્રી રામપ્રકાશભારથી દ્વારારવેચી માતાજીના મંદિરે ફૂલ જાડ સાથે આઠ ગાંજાના છોડ કોઈપણ જાતની મંજુરી વગર, વગર પાસ પરમીટે વાવી જેનું વજન ૧૨.૦૧૦૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૧,૨૦,૧૦૦/- ના જથ્થા સાથે રંગે હાથ પકડાઈ જતા તેમની ધરપકડ કરી હતી અને તપાસના અંતે તેમની સામે ચાર્જશીટ કરવામાં આવેલ જે કેસમાં કુલ-૯ સાક્ષીઓની જુબાની લેવામાં આવેલ તથા કુલ - ૩૪ જેટલા દસ્તાવેજો રજૂ કરવામાં આવેલ.ત્યારબાદ આરોપીના જવાબના અંતે બન્ને તરફના વકીલોની દલીલો ધ્યાને લઈ ભેસાણના સરાકડીયા ના હનુમાનજી મંદિરના ઉપર જણાવેલ સાધુને ગાંજાના કેસમાં ત્રણ વર્ષની સજા અને પચાસ હજારનો દંડ ફટકારેલ હતો અને દંડ ન ભરે વધુ છ માસની સજા ભોગવવા વિસાવદર સેસન્સ કોર્ટ હુકમ કરેલ હતો.આ કામમાં સરકારી વકીલ વિજય માઢક ની ધારદાર દલીલો કરેલ હતી.
રિપોર્ટ હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.