ભગવતીપરામાંથી ઘરેથી 14 વર્ષની તરૂણી ભેદી રીતે લાપતા - At This Time

ભગવતીપરામાંથી ઘરેથી 14 વર્ષની તરૂણી ભેદી રીતે લાપતા


ભગવતીપરામાંથી મુકબધીર માતા-પિતાની ગેરહાજરીમાં ઘરેથી 14 વર્ષની તરૂણી ભેદી રીતે લાપતા થતાં બી. ડિવિઝન પોલીસે અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ભગવતીપરામાં રહેતાં 32 વર્ષીય રીક્ષા ચાલકે બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રિક્ષા ડ્રાઈવિંગ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમના માતા પિતાનું અવસાન થયેલ છે. તેઓ બે ભાઈઓ અને બે બહેનો છે. જેમાં વચ્ચેટ ભાઈના લગ્ન થઈ ગયેલ છે અને તે પત્ની અને બે સંતાનો સાથે અલગ રહે છે. તેમની પુત્રી 14 વર્ષની છે. ઉપરાંત તેના ભાઈ-ભાભી બંને જન્મથી બહેરા મુંગા છે. બંને
લાકડાના ડેલામાં મજુરી કામ કરે છે.
તેમની પુત્રીએ ધોરણ 08 સુધીનો અભ્યાસ કરેલ અને હાલ ઘરે ઘરકામ કરે છે. તેમજ તેમના ભાભી મગજમા ગાંઠ હોય જે બીમારી સબબ આરામ કરવા માટે છેલ્લા પાંચેક દિવસથી તેના માવતરે ગયેલ હતાં.
ગઈ કાલે સવારનાં સમયે તે બાજુમાં રહેતા કુટુંબી ભાભીના ઘરે ગયેલ ત્યારે તેણે વાત કરેલ કે, ગઇ તા.05 નાં બપોરનાં ચારેબાઇલ સાથે લઇ કોઇને કહ્યા વગર ઘરેથી ક્યાંક ચાલી ગયેલક વાગ્યાનલની આસપાસ તમારા મોટાભાઇ કામ ઉપર હતા અને તમારો ભત્રીજો સ્કૂલે ગયેલ હતો. તેના ઘરે રૂમમાં તાળુ મારેલ હોય અને તેની પુત્રી તેનો મોબાઇલ સાથે લઇ કોઇને કહ્યા વગર ઘરેથી ક્યાંક ચાલી ગયેલ છે જેથી તેણીને ફોન કરતા ફોન ઉપાડેલ નહી. જેથી આસપાસમાં તપાસ કરતાં મળી આવેલ ન હતી.
ગઇકાલે સવારે સાત વાગ્યે પાડોસીએ તેમની ભત્રીજીને ફોન કરતાં તેણીએ વાત કરેલ કે, હું હમણા ઘરે આવું છું અને આવીને બધી વાત કરીશ તેમ જણાવી ફોન બંધ કરી દિધો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.