વિકાસ સપ્તાહ અંતર્ગત ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’માં સહભાગીદારી નોંધાવતા જિલ્લા માહિતી ખાતાના કર્મચારીઓ - At This Time

વિકાસ સપ્તાહ અંતર્ગત ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’માં સહભાગીદારી નોંધાવતા જિલ્લા માહિતી ખાતાના કર્મચારીઓ


વિકાસ સપ્તાહ અંતર્ગત ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’માં સહભાગીદારી નોંધાવતા જિલ્લા માહિતી ખાતાના કર્મચારીઓ
-------------
સહાયક માહિતી નિયામકશ્રીના નેતૃત્વમાં વિવિધ સંકલ્પો થકી વિકાસમાં ભાગીદારી માટે પ્રતિબદ્ધતા દર્શાવી
-------------
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞા દ્વારા કરવામાં આવ્યો છે.

આ ઉજવણીના ભાગરૂપે સહાયક માહિતી નિયામક શ્રી સુનિલભાઈ પટેલના નેતૃત્વમાં જિલ્લા માહિતી કચેરી ગીર સોમનાથના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

જિલ્લા માહિતી ખાતાના કર્મચારીઓએ દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ અને જતન, બંધારણીય મૂલ્યોનું જતન કરવા, ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહેવા સહિતના સંકલ્પો થકી દેશના વિકાસમાં ભાગીદારી માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

ઉલ્લેખનીય છેકે, વિકાસ સપ્તાહ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ હેશટેગ સાથે સોશિયલ અને ડિજિટલ મીડિયા પર નાગરિકો શ્રી નરેન્દ્રભાઈ મોદીની સુશાસન પહેલો અને તેની સમાજ જીવન પર અસરો અંગેના અનુભવો શેર કરી શકશે તેમજ શાળા-કોલેજોમાં વિકાસ થીમ આધારિત નિબંધ સ્પર્ધાઓ, ભારત વિકાસ પ્રતિજ્ઞા વૉલ પેઈન્ટિંગ તથા રાજ્યના મહત્વપૂર્ણ વિકાસ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.