જસદણ, વિંછીયા તાલુકામાં સુવિધાપથ માટે સી.સી.રોડના કામો થશેઃ કુંવરજીભાઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રોડ-રસ્તાના કામો માટે ૯૬૫ લાખની ગ્રાન્ટ ફાળવણી. - At This Time

જસદણ, વિંછીયા તાલુકામાં સુવિધાપથ માટે સી.સી.રોડના કામો થશેઃ કુંવરજીભાઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રોડ-રસ્તાના કામો માટે ૯૬૫ લાખની ગ્રાન્ટ ફાળવણી.


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ અને વિંછીયા તાલુકામાં ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સૂચનોને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડ-રસ્તા ઉપર સીમેન્ટ રોડ બનાવવાના કામને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રૂા.૯૬૫ લાખની ગ્રાન્ટના જોબનંબરો ફાળવવામાં આવ્યા છે ગામડાઓમાંથી પસાર થતાં રસ્તાઓમાં આવેલ ગામતળની લંબાઈના રસ્તે ચોમાસાને સમય દરમ્યાન પાણીના ભરાવાથી તથા વાહનોની અવર-જવર અને વધુ ટ્રાફિક ભારણના કારણે ડામર સપાટી વારંવાર ખરાબ થઈ જતા આ સમશ્યાના કાયમી અને લાંબા ગાળાના ઉકેલ માટે સુવિધાપથ સદરે મજબુત અને ટકાઉ સીમેન્ટ રોડ બનાવવાનો મહત્વનો નિર્ણય રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. સુવિધાપથ સદરે જસદણ તાલુકાના (૧) જસાપર-મોટા દડવા રોડ માટે રૂા.૯૦ લાખ (૨) એસ.એચ.ટુ.બળધોઈ એપ્રોચ રોડ માટે રૂા.૪૫ લાખ (૩) બળધોઈ-મોટા દડવા રોડ માટે રૂા. ૧૫૦ લાખ (૪) એસ.એ.ટુ.ગઢડીયા (જામ) રોડ માટે રૂા.૬૦ લાખ (૫) સાણથલી-દોલતપર રોડ માટે રૂા. ૬૦ લાખ (૬) રાણપરડા-દેવળીયા રોડ માટે રૂા.૬૦ લાખની રકમનો સમાવે થાય છે વિંછીયા તાલુકામાં બંધાળી—વનાળા-સનાળા રોડ માટે રૂા.૭૫ લાખ (૨) એસ.એચ.ટુ.ભોયરા રોડ માટે રૂા.૭૦ લાખ (૩) વનાળા-સરતાનપર રોડના કામ માટે રૂા.૪૦ લાખ (૪) મોઢુકા-પાટીયાળી-દેવધરી રોડના કામ માટે રૂા.૯૦ લાખ (૫) એમ.ડી.આર.ટુ.જનડા એપ્રોચ રોડના કામ માટે સુ.૨૨૫ લાખની રકમનો સમાવેશ થાય છે આ ફાળવણીના કારણે જસદણ અને વિંછીયા તાલુકાના ગ્રામ્ય જનતાને સારી ગુણવતાવાળા અને વધુ ટકાઉ રસ્તાની સુવિધાઓ મળતી થશે આ કામોને જોબ નંબરો મળતા ટેકનીકલ-વહીવટી કામગીરી વહેલી તકે પુરી કરવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જવાબદાર અધિકારીને સૂચના આપવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.