લીલીયા મોટા ની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે વન્યજીવ સપ્તાહ ની ઉજવણી કરાઈ - At This Time

લીલીયા મોટા ની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે વન્યજીવ સપ્તાહ ની ઉજવણી કરાઈ


આજ રોજ તા. ૦૭-૧૦-૨૦૨૪ ના રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલીયા ખાતે “વન્યપ્રાણી સપ્તાહ” ની ઉજવણીના ભાગ રૂપે વનવિભાગ-લીલીયા અને કોલેજ પરિવાર દ્વારા વિદ્યાર્થિઓમાં વન્યજીવોની જાળવણી અને તેના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાય તે હેતુ થી એક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વનવિભાગ લીલીયા રેન્જના આર.એફ.ઓ. બી.જી.ગલાણી તથા તેમનો સ્ટાફ અને કોલેજના આચાર્યશ્રી રાજેન્દ્રસિંહજી એ. રાઠોડ તેમજ સામુદાયિક સેવાધારાના કોર્ડીનેટરશ્રી સુભાષ ઓડેદરા તથા એન.એસ.એસ. કોર્ડીનેટરશ્રી મહેશ ગઢીયા તેમજ કૉલેજના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં. કાર્યકર્મની શરૂઆત કોલેજના આચાર્યશ્રી રાજેન્દ્રસિંહજી એ. રાઠોડ સાહેબે મહેમાનોનું પુષ્પગુચ્છથી તથા તેમના શાબ્દિક સ્વાગત સાથે કરી હતી.કોલેજ પરિવાર અને વનવિભાગ બંને દ્વારા એકબીજાને મોમેન્ટો અપર્ણ કરાઈ હતી.ત્યારબાદ વનવિભાગ ની ટીમ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી સિહ સવર્ધન તથા વનવિભાગની કામગીરી અંગેની તથા દીપડાથી બચવા અંગેની એમ કુલ બે ઓડિયો-વિઝ્યુઅલ ક્લીપ્સ બતાવવામાં આવી હતી. ત્યારબાદ આર.એફ.ઓ. બી.જી.ગલાણી એ વન્યજીવોની જાળવણી તેના સંરક્ષણ અને તેની ઉપીયોગીતા અંગે વિગતવાર માર્ગદશન આપ્યું હતું. અંતમાં શ્રી સુભાષ ઓડેદરા દ્વારા મહેમાનોની આભારવિધિ કરાઈ હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ગઢીયા તેમજ શ્રી ઓડેદરા દ્વારા કરવામાં આવેલુ હતું. કૉલેજના અન્ય પ્રાધ્યાપકો ડો.પ્રકાશ પી.પરમાર, ડો.સબ્બીર પરમાર,ડો.ભરત ખેની,શ્રી લાભુભાઈ મેમકીયા,શ્રી અજય જાની તથા શ્રી ભૂમીબેન,શ્રી રીધ્ધીબેન, શ્રી માનસીબેન દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો તેમજ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.