રાજકોટના કોઠારિયા રોડ પર થયેલ અક્સ્માતમાં વેપારી નું સારવારમાં મોત - At This Time

રાજકોટના કોઠારિયા રોડ પર થયેલ અક્સ્માતમાં વેપારી નું સારવારમાં મોત


રાજકોટના કોઠારિયા રોડ થયેલ અક્સ્માતમાં વેપારી દિલીપભાઈ રોકડનું સારવારમાં મોત નિપજ્યું હતું. તેઓ કોઠારિયા રોડ નંદા હોલ પાસે ભારતિનગરમાં રહેતાં અને રાજકોટમાં કનૈયા ચોક પાસે કરિયાણાની દુકાન ધરાવતાં હતા.
બનાવ અંગે મૃતકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ દિલીપભાઈ ધીરુભાઈ રોકડ (ઉ.વ.43, રહે. ભારતીનગર-1 કુળદેવી કૃપા નંદા હોલ પાસે કોઠારિયા રોડ, રાજકોટ) નામનાં વેપારી ગઈ કાલે રાત્રિના પોતાની કરિયાણાના દુકાનેથી ઘરે બાઈક લઈ પરત જતાં હતાં ત્યારે કોઠારિયા રોડ ફ્લોરેન્સ પાર્ટી પ્લોટ પાસે પહોંચતા અક્સ્માત સર્જાયો હતો. અને બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતાં.
બાદ તાકિદે તેઓને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં ગઈ કાલે રાત્રીના દમ તોડી દિધો હતો. બનાવ અંગે મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે દિલીપભાઈ બે ભાઈ અને એક બહેનમાં નાના અને અપરણિત હતાં. તેઓને રાજકોટમાં કનૈયા ચોક પાસે ધન લક્ષ્મી જનરલ સ્ટોર નામની કરિયાણાની દુકાન છે.
ગઈ કાલ રાત્રીના દુકાનેથી ઘરે પરત આવતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો. અકસ્માત સર્જાયો ત્યારે કોઇ નાગરિકે દિલીપભાઈના ફોનમાંથી તેના પરિવારજનને ફોન જાણ કરી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા તુરંત દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી બાઇક સ્લીપ થયું કે કોઈ વાહન ચાલકે ઠોકર મારી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.