જસદણમાં ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત ડાયમંડ એસોના પ્રમુખ પી,વી ભાયાણી સાથે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ચર્ચા કરતા નજરે પડે છે
(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ શહેરી વિસ્તારમાં ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયાએ શહેરના તમામ વિસ્તારોની મુલાકાત લઈ અને સદસ્યતા અભિયાનનો પ્રારંભ જાતે જ કરાવ્યો હતો. તે સમયે જસદણ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને એસ ડાયમંડના માલિક પ્રવીણભાઈ વલ્લભભાઈ ભાયાણી ઉર્ફે પી,વી,ભાઈ ના કાકા પરસોત્તમભાઈ ભાયાણી ના નિવાસ્થાને રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર કુવરજીભાઈ બાવળીયા ચાય પે ચર્ચા કરતા નજરે પડ્યા હતા. અને આ સાથે આનંદ નગર ચિતલીયા રોડ વોર્ડ નંબર 5 આ વિસ્તારના લોકોને ધારાસભ્ય અને મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ જાતે જ ભાજપના સદસ્યો બનાવ્યા હતા. આ સમયે આ જ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અને એપીએમસીના પૂર્વ ડિરેક્ટર નરેશભાઈ ચોહલીયા સહિત વિવિધ સંગઠનના અને વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.