ચોરવાડના વિસણવેલ ગામેથી જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓને રોકડ રૂ.૩ ૨૩૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરવાડ પોલીસ - At This Time

ચોરવાડના વિસણવેલ ગામેથી જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓને રોકડ રૂ.૩ ૨૩૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરવાડ પોલીસ


ચોરવાડ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આઈ મંધરાની સૂચના મુજબ ચોરવાડ પોસ્ટેના પો.કોન્સ ભાવસિંહ મોરી તથા પો.કોન્સ સુખદેવસિંહ સીસોદીયા ને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે વિસણવેલ ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં લાઇટના અજવાળામાં જાહેરમાં 1. મનિષ પુંજા ડાભી ઉ.વ.૨૯ રહે વિસણવેલ 2. લલીત ડાયા વાઢેર ઉ.વ.૩૦ રહે.વિસણવેલ 3. કાનજી રમેશ મોકરીયા ઉ.વ.૩૦ રહે. વિસણવેલ 4. પિયુષભાઈ કાનાભાઈ મોકરીયા ઉ.વ.૩૦ રહે વિસણવેલ 5. કિશોર પરબત રાઠોડ ઉ.વ.૪૦ રહે,વિસણવેલ 6. દિલીપ નારણ વાસણ ઉ.વ.૩૫ રહે વિસણવેલ ગામના ઇસમો તીન પતી નામનો પૈસાની હારજીતનો જુગાર રમે છે જે બાતમી આધારે રેઇડ કરી રૂ.૩૨૩૫૦/- ના મુદ્દામાલ સાથે કુલ-૭ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા હૅથળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
આ કામગીરી ચોરવાડ પો.સ્ટે.ના પો. ઇન્સ. એસ.આઈ.મંધરાની સુચના મુજબ પો.હેડ કોન્સ. એચ.બી.ડોડીયા તથા ડ્રા પો. હેડ કોન્સ. બી.એન સીસોદીયા તથા પો.કોન્સ. ભાવસિંહ મોરી તથા સુખદેવસિંહ સીસોદીયા નાઓએ સાથે મળી કરેલ છે.

રિપોર્ટર પ્રતાપ સિસોદિયા
માળીયા હાટીના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.