.ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના ના પ્રશ્નાવડા ગામ ખાતે ભવાની ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે - At This Time

.ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના ના પ્રશ્નાવડા ગામ ખાતે ભવાની ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે


માઁ આધ્યશક્તિની આરાધનાનાં મહાપર્વ નવલી નવરાત્રિનો પ્રારંભ થીજ ભક્તોમાં શ્રધ્ધા જોવા મળે ત્યારે નવરાત્રિનાં ના દિવસો મા ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે માઁ આધ્યશક્તિની દિવ્ય શણગાર સાથે પુજન અર્ચન સહિતનાં અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે ત્યારે નવરાત્રી ઉત્‍સવ એટલે નવ રાતોનો મહોત્‍સવ, નવરાત્રી એટલે ગુજરાત ની અસ્‍મિતા, ઓળખાણ. આ ઉત્‍સવ દરમ્‍યાન સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ ખાતે પણ શેરીઓમાં - પોળોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે આ પાનવ પર્વ પર મોટો-મોટો શહેરો થી માડીની ને નાના ગામડા પણ માઁ આધ્યશક્તિની
આરાધનાનાંમહાપર્વ નવલી નવરાત્રિનો લોકોમાં માતાજીના ગરબે રમવાનો અનેરો ઉચ્ચાહ જોવા મળે છે
પહેરવેશમાં રાસ ગરબા રમે છે અને ભારતની સનાતન સંસ્કૃતિ ટકાવી રાખવાનો એક વિનમ્ર પ્રયાસ થાય છે સમસ્ત પ્રશ્નાવડા ગામના યુવાનો ખભે ખભા મિલાવી નવ દિવસ વાતાવરણને ભક્તિમય બનાવે છે અને જે વર્ષો પહેલા ચાલી આવતી પરંપરા યુવાનો દ્વારા જૂની ઢબની ગરબી રમી અને મા ના નોરતા ઉજવાય છે
ભવાની ગરબી મંડળ પ્રશ્નાવડા ગામ ખાતે મા ના નવ નોરતામાં માનાગરબા.ગરબા.કાન ગોપીનોરાસ ગરબા રાસ .ડાકલા રાસ.ડીપણી રાસ આવા ઘણા બધા જુનવાણી પદ્ધતિથી રાસ ગરબા નું આયોજન થાય છે આ રાસ ગરબા જોવા માટે આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પણ જોવા આવે છે આજે પણ આ પ્રશ્નાવડા ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા છે અને આપણી સંસ્કૃતિ જાળવી રાખી છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે

રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.