જસદણ તાલુકાના કોઠી ગામમાં 120 બહેનો રમે છે ગરબા - At This Time

જસદણ તાલુકાના કોઠી ગામમાં 120 બહેનો રમે છે ગરબા


જસદણ તાલુકાના કોઠીગામમાં જય ખોડીયાર માતાજીના મંદિરે ખોડિયાર પરામાં 4 વર્ષથી જય ખોડીયારમાં મિત્ર મંડળ સંચાલિત દ્વારા નવલા નોરતામાં નવરાત્રી મહોત્સવ અંતર્ગત જય ખોડીયારમાં રાસગરબી મંડળમાં નાની બાળાઓ અને બહેનો દ્વારા ગરબા રમવા માટે આવે છે. ગરબાની રમઝટ સાથે દૈનિક લાણી સ્વરુપે અવનવી ફળફળાદી અથવા અન્ય વસ્તુઓ આપવામાં આવે છે. છેલ્લા દિવસે લાણી સ્વરુપે અનેક ચીજવસ્તુઓ નાની બાળાઓ અને બહેનોને આપવામાં આવે છે. પ્રથમ નોરતે રાસગરબી મંડળની આરતીમાં રુ.41521 પથુભાઇ ભરવાડ તરફથી આરતી ઉતારીને માતાજીના આશીર્વાદ લીધા હતા. કહેવામાં આવે છે કે આજથી 4 વર્ષ પુર્વે રાસગરબી મંડળમાં ફક્ત 20 બહેનો ગરબા રમવા આવતી અને આજે 120 બહેનો ગરબા રમવા આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.