પાણીની સમસ્યાનો અંત ગોમા ડેમ પાણી પુરવઠા યોજનાનું રૂ. 82.69 કરોડના ખર્ચે મુહૂર્ત જસદણ, વીંછિયા પંથકના ગામડાંમાં વ્યક્તિ દીઠ 100 લિટર પાણી અપાશે મંત્રી બાવળીયા - At This Time

પાણીની સમસ્યાનો અંત ગોમા ડેમ પાણી પુરવઠા યોજનાનું રૂ. 82.69 કરોડના ખર્ચે મુહૂર્ત જસદણ, વીંછિયા પંથકના ગામડાંમાં વ્યક્તિ દીઠ 100 લિટર પાણી અપાશે મંત્રી બાવળીયા


(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ અને વીંછિયા પંથકના ગામડાઓમાં વસતા લોકોની પીવાના પાણીની સમસ્યા ભુતકાળ બની જશે જસદણ વિછીયાના ધારાસભ્ય અને રજય સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે વીંછીયાના અમરાપુર ખાતેના ગોમા ડેમ આધારિત રૂ. 82.69 કરોડની પાણી પુરવઠા યોજનાના મુહૂર્ત કરાયુ હતુ. ગોમાનું પાણી હિંગોળગઢ, વીંછિયાના ગામો, પિંગળાધાર સહિતના વિસ્તારોમાં વ્યક્તિ દીઠ 70 લિટર પાણીના સ્થાને 100 લિટર પાણી આપવા માટે સુધારણાના કામો કરાઈ રહ્યા છે. ગત વર્ષે બન્ને તાલુકાના 95 તળાવો ઉંડા કરી વર્તમાન વર્ષ દરમિયાન થયેલ વરસાદના લીધે જમીનમાં પાણીનું સ્તર ઊંચું લાવી શકાયું છે. જેનાથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો છે આ તકે રાજકોટ ઝોનના મુખ્ય ઈજનેર રાજુભાઈ મહેરિયાએ યોજનાની આંકડાકીય વિગતો આપી હતી. વીંછિયા યાર્ડના ચેરમેન કડવાભાઈ જોગરાજીયા, ભાવેશ વેકરીયા, અશ્વિન સાંકળિયા, સરપંચ પ્રાગજીભાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. દેવરાજભાઈ ગઢાદરા, વલ્લભભાઈ ઝાપડિયા, દેવરાજભાઈ સરવૈયા, સવિતાબેન વાસાણી, રેખાબેન બાવળીયા, હિતેશભાઈ દાભડા, સોનલબેન વાસાણી, વિનોદભાઈ વાલાણી, સરપંચ ચતુરભાઈ, મામલતદાર પંચાલ, અંકિત ગોહિલ અને યશ પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર જલુભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.