વિછીયા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય - રેવણીયા ખાતે સ્વરક્ષણ તાલીમનો ડેમોસ્ટ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો - At This Time

વિછીયા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય – રેવણીયા ખાતે સ્વરક્ષણ તાલીમનો ડેમોસ્ટ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો


સુરક્ષા સેતુ સોસાયટી, રાજકોટ રૂરલ પોલીસ દ્વારા રાજકોટ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારોની 6200 મહિલાઓને સ્વરક્ષણ બેઝિક તાલીમ તેમજ 1280 મહિલાઓને સ્વરક્ષણની એડવાન્સ તાલીમ આપી મહિલાઓને સશક્ત કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને શ્રી નિર્ભયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિછીયા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય - રેવણીયા ખાતે સ્વરક્ષણ તાલીમનો ડેમોસ્ટ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં સ્વરક્ષણની બેઝિક તાલીમ શીખેલ બહેનોએ પોતાનું રક્ષણ પોતે કેવી રીતે કરી શકે તે બતાવ્યું અને અન્ય બહેનોને પણ સ્વરક્ષણની તાલીમ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. આ તાલીમ ટ્રેનર રણજીત ચૌહાણ તથા કૃણાલ પરમાર દ્વારા તાલીમ આપવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.