ખોડીયારપરામાં દારૂનું કટીંગ થાય તે પહેલા પોલીસ ત્રાટકી: 720 બોટલ સાથે શખ્સ ઝડપાયો - At This Time

ખોડીયારપરામાં દારૂનું કટીંગ થાય તે પહેલા પોલીસ ત્રાટકી: 720 બોટલ સાથે શખ્સ ઝડપાયો


શહેરમાં લીસ્ટેડ બુટલેગરો સહિત નાના મોટા દારૂના ધંધા કરતા બુટલેગરોની પોલીસે કમ્મર તોડી નાખી હોય તેમ અવિરત દરોડા પાડી રાજકોટને નશામુકત બનાવવા તરફ આગળ વધી રહી છે. ત્યારે પીસીબી, ડીસીબી, એલસીબી સહિતની મહત્વની બ્રાંચોની ટીમે દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી છે ગઈકાલે લીંબડીથી દારૂનો જથ્થો ભરી શહેરના ખોડીયારનગરમાં કટીંગ કરે તે પહેલા જ લીંબડીના રવિ સોંડલાને પકડી 720 બોટલ દારૂ સહિત રૂા.3.82 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

દરોડાની વિગત મુજબ એલસીબી ઝોન-2 પીએસઆઈ આર. એચ. ઝાલા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સ્ટાફને મવડી ચોકડી તરફથી દારૂ ભરેલી એક કાર ખોડીયારપરા તરફ આવી રહી છે અને દારૂનું કટીંગ થવાનું છે તેવી મળેલ ચોકકસ બાતમીના આધારે સ્ટાફ ખોડીયારપરા મેઈન રોડ પર રામાપીર મંદિર પાસે વોચમાં હતા ત્યારે પસાર થયેલ કાર નં. જીજે-3 એફડી 2203ને અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂની 720 બોટલ મળી આવતા પોલીસે દારૂ, કાર સહિત રૂા.3.82 લાખનો મુદામાલ કબ્જે કરી પુછતાછ હાથ ધરી હતી. પોલીસ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે રવિ રૈયાધારમાં રહેતા સાગર સેલા બોળીયા નામના બુટલેગરને દારૂ સપ્લાય કરવા માટે આવ્યો હતો. જે પોલીસને જોઈ નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી હતી. સાગર બોળીયા પર અગાઉ પણ ગુના નોંધાયા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.