હિંમત હાઇસ્કુલ, હિંમતનગરની વિદ્યાર્થીનીઓ માટે શાળામાં મહેંદી વર્કશોપ યોજાઈ ગયો - At This Time

હિંમત હાઇસ્કુલ, હિંમતનગરની વિદ્યાર્થીનીઓ માટે શાળામાં મહેંદી વર્કશોપ યોજાઈ ગયો


શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરની વિદ્યાર્થીનીઓ માટે શાળામાં મહેંદી વર્કશોપ યોજાઈ ગયો...........
આજરોજ તારીખ 5/10/ 2024, શનિવારના રોજ શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર ખાતે શાળાની વિદ્યાર્થીનીઓ માટે મહેંદી વર્કશોપ યોજવામાં આવ્યો હતો.જેમાં દીપિકાબેન ભોઈ અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને મહેદીના જુદા જુદા પોર્ટફોલિયો અને શરૂઆતથી મહેંદી કેવી રીતે મૂકવી તે માહિતી અને પ્રેક્ટિકલ સાથે સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાની બહેનો અલકાબેન પટેલ, સુશીલાબેન પટેલ અને સ્વાતિબેન આહીર એ આચાર્યશ્રી એસ.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત હતા. આજે ખૂબ સરસ રીતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળા પરિવાર વતી સર્વેને ખૂબ ખૂબ અભિનંદન.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.