હળવદના નવા ઘનશ્યામગઢ ગામે થયેલ મોબાઇલની ચોરીનો ભેદ ઉકેલાયો,પરપ્રાંતિય આરોપીને દબોચી લેવાયો - At This Time

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે થયેલ મોબાઇલની ચોરીનો ભેદ ઉકેલાયો,પરપ્રાંતિય આરોપીને દબોચી લેવાયો


એલસીબી પોલીસે એમપીના શખ્સ પાસેથી ચોરી કરેલ મોબાઇલ કબ્જે કર્યો

હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે પાનની દુકાનેથી થયેલ મોબાઇલ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપી તરીકે મૂળ એમપી રાજ્યના એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. એલસીબી પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ મોબાઇલ જપ્ત કરી તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોરી થયેલ મોબાઇલની જાણવા મળતી વિગતો મુજબ ગઈ તા.૨૨ સપ્ટે. ના રોજ ફરીયાદી હર્ષદભાઇ કાનજીભાઈ લોરીયા રહે.નવા ઘનશ્યામગઢવાળા તથા તેનો ભત્રીજો જીતેંદ્રભાઇ જાદવજીભાઇ બન્ને તેની નવા ઘનશ્યામગઢ ગામે આવેલ પાનની દુકાને હાજર હતા તે દરમિયાન કોઇ અજાણયા વ્યકિતએ જીતેન્દ્રભાઈનો વીવો કંપનીનો વી-૨૯ મોબાઇલ કિ.રૂ.૨૦ હજારની ચોરી કરી લઇ જતા હર્ષદભાઈ દ્વારા મોબાઇલ ચોરી અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત મોબાઇલ ચોરીની ફરિયાદને આધારે ચોરી કરનારને પકડી લેવા હળવદ પોલીસ તથા એલસીબી પોલીસ ટીમ કાર્યરત હોય તે દરમિયાન એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડના એએસઆઇ હિતેંદ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ નિરવભાઇ મકવાણા, કોન્સ વિક્રમભાઇ ફુગશીયા તથા વિક્રમભાઇ રાઠોડને સયુંકતમાં હ્યુમન ઇન્ટેલીજન્સના માધ્યમથી બાતમી મળેલ કે મોબાઇલ ચોરીને અંજામ આપનાર મૂળ એમપી રાજ્યનો હાલ નવા ઘનશ્યામગઢ ગામે રહેતો શિવમ નવલભાઇ બામણીયા છે. જે ઈસમ હાલ નવા ધનશ્યામગઢ ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર ઉભેલ છે તેવી હકીકત આધારે તપાસ કરતા આરોપી શિવમ નવલભાઇ બામણીયા પાસેથી ઉપરોક્ત ગુનામાં ગયેલ મોબાઇલ ફોન કિ.રૂ.૨૦ હજાર મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સબબ આરોપીને હળવદ પોલીસ મથકમાં સોંપી આપવામાં આવ્યો છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.