18 વર્ષિય યુવતીએ ગળાફાંસો ખાઈ લેતા સારવારમાં મોત
નાની વયમાં આપઘાતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક 18 વર્ષિય યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. શહેરનાં હરીધવા રોડ પર સુભાષ સોસાયટીમાં રહેતી ભુમિકા વાળાએ ગળાફાંસો ખાઈ લેતા સારવારમાં દમ તોડયો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો છે.
બનાવની વિગત મુજબ હરીધવા રોડ પર સુભાષ સોસાયટીમાં રહેતી ભુમિકા અશ્વિનભાઈ વાળા (ઉ.વ.18) તેણીએ ગત તા.2/10 એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેણીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવારમાં દમ તોડી દેતાં શોકનું મોજું ફરી વળ્યુ છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.