મહારાષ્ટ્ર વિધાનસભાના ડે. સ્પીકર મંત્રાલયના ત્રીજા માળેથી કૂદ્યા:સાથે ધારાસભ્યએ પણ છલાંગ લગાવી; જાળીના કારણે બચી ગયા - At This Time

મહારાષ્ટ્ર વિધાનસભાના ડે. સ્પીકર મંત્રાલયના ત્રીજા માળેથી કૂદ્યા:સાથે ધારાસભ્યએ પણ છલાંગ લગાવી; જાળીના કારણે બચી ગયા


મહારાષ્ટ્ર એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલે શુક્રવારે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. તેમની સાથે ધારાસભ્ય હિરામન ખોસકર પણ કૂદી પડ્યા હતા. જો કે નીચે જાળી હોવાથી તેમનો જીવ બચી ગયો હતો. બંને આદિવાસી ધારાસભ્યો જાળમાં ફસાઈ ગયા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને તેમને બહાર કાઢ્યા હતા. ઊંચાઈ પરથી પડવાને કારણે ઝિરવાલને ગરદન પર ઈજા થઈ હતી. તેમનું બ્લડ પ્રેશર પણ વધી ગયું. તેમની તપાસ કરવા માટે ડોક્ટરોની એક ટીમ મંત્રાલય પહોંચી છે. ઝિરવાલ ધનગર સમાજને એસટીનો દરજ્જો આપવાના વિરુદ્ધમાં
ઝિરવાલ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના NCP જૂથમાંથી ધારાસભ્ય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ શિંદે સરકારના ધનગર સમુદાયને એસટીનો દરજ્જો આપવાના નિર્ણયની વિરુદ્ધ છે. તેઓ પોતાની જ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ઝિરવાલ અને અન્ય આદિવાસી વિધાનસભ્યો આ બાબતે શુક્રવારે 4 ઓક્ટોબરે મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા. જો કે, મામલો થાળે ન પડતા તેમણે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી. ઝિરવાલ અને ખોસકરે પણ આદિવાસી સમુદાયના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટના બાદ મંત્રાલયમાં કામકાજ ઠપ થઈ ગયું હતું. ઝિરવાલે CMને મળ્યા પહેલાં કહ્યું હતું- પ્લાન બી તૈયાર છે
નરહરિ ઝિરવાલે મુખ્યમંત્રી શિંદેને મળ્યા પહેલાં ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો સીએમ અમારી વાત નહીં સાંભળે તો અમારી પાસે પ્લાન બી તૈયાર છે. ઝિરવાલે કહ્યું કે, અમે એસટી રિઝર્વેશનને અસર થવા દેવા માંગતા નથી. આ પછી, એક કલાકમાં તેમણે મંત્રાલયના ત્રીજા માળેથી કૂદીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. મહારાષ્ટ્રમાં અનામત અંગેના વિવાદ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... જરાંગે ફડણવીસને મરાઠા આરક્ષણમાં અડચણ ગણાવ્યા, ડેપ્યુટી સીએમએ કહ્યું- સીએમ શિંદે આમ કહે તો હું રાજનીતિ છોડી દઈશ. મનોજ જરાંગે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગ કરી રહ્યા છે. જરાંગે સતત ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર મરાઠા આરક્ષણ આપવામાં અવરોધ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તેના પર ફડણવીસે કહ્યું કે જો સીએમ એકનાથ શિંદે મને અનામતમાં અવરોધક માનશે તો હું રાજકારણ છોડી દઈશ. શિંદેના ધારાસભ્યનું વિવાદિત નિવેદન: મહારાષ્ટ્ર શિવસેનાના નેતા સંજય ગાયકવાડે કહ્યું- જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપી નાખશે તેને 11 લાખ રૂપિયાનું ઈનામ આપીશ મહારાષ્ટ્રના બુલઢાણાના શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપતા કહ્યું, 'રાહુલ ગાંધી પછાત વર્ગો અને આદિવાસીઓની અનામત ખતમ કરવા માંગે છે. જે કોઈ રાહુલ ગાધીની જીભ કાપી નાખશે તેને 11 લાખ રૂપિયા આપવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.