જસદણમાં તબીબોનો કુદરતી પાણીના ધોધ વચ્ચે ચા ની ચુસ્કીનો વિડિયો તેજ ગતિએ વાયરલ - At This Time

જસદણમાં તબીબોનો કુદરતી પાણીના ધોધ વચ્ચે ચા ની ચુસ્કીનો વિડિયો તેજ ગતિએ વાયરલ


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણની જીવાદોરી સમાન આલણસાગર તળાવ ઓવરફલો થઈ જતાં આ નયનરમ્ય નઝારો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા છે. ત્યારે આજે એક વિડીયો તેજ ગતિએ વાયરલ થયો હતો. જેમાં જસદણના કેટલાંક ડોકટરો આ ધોધ વચ્ચે ન્હાવાના આનંદ વચ્ચે ગરમાગરમ ચા ની ચુસ્કી માણી રહ્યાં છે. લાસ્ટમાં આલણસાગર ઓવરફલો થતાં જસદણ પંથકમાં લોકોનો આનંદ બેવડાયો છે. ત્યારે જસદણના પાણીના ધોધ વચ્ચે ચા ની ચુસ્કીની લિજ્જત માણી રહ્યાંના વિડિયોને લોકો હોંશે હોંશે નિહાળી રહ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.