સહાયક માહિતી નિયામક સપનાબેન ભટ્ટીની આગેવાની હેઠળ માહિતી કચેરીના તમામ કર્મયોગીઓએ પ્રથમ નોરતે કર્યુ વૃક્ષારોપણ
(અસરફ જાંગડ દ્વારા)
નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રદ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારેય તરફ અનોખો ભક્તિભાવ જોવા મળે છે. પ્રકૃતિ એટલે શક્તિનું એવું સ્વરૂપ... જે અંસખ્ય જીવોનું રક્ષણ કરે છે. ત્યારે પ્રકૃતિને નમન કરવા નવલા નોરતાના પ્રથમ દિવસે બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સહાયક માહિતી નિયામકશ્રી સપનાબેન ભટ્ટીના પ્રેરક માર્ગદર્શન અને સામાજિક વનીકરણ કચેરી, બોટાદના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં માહિતી મદદનીશશ્રી હેમાલીબેન ભટ્ટ, જલ્પાબેન સાકરીયા, અમિતભાઈ મહેતા, નરોત્તમભાઈ કણઝરિયા, દયારામભાઈ વડદરીયા સહિત જિલ્લા માહિતી કચેરીના તમામ કર્મયોગીઓએ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના પરિસરમાં ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.